Western Times News

Gujarati News

નવરાત્રીને મંજુરી આપવાના મુદ્દેે ગરબા આયોજકો અવઢવમાં

Files Photo

નવરાત્રી મહોત્સવના મુદ્દેે ઈલેકટ્રોનિક મીડીયાના અહેવાલથી નારાજગી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કોરોનાને કારણે આ વખતે નવરાત્રી યોજાવાની સંભાવના ખુબ જ ઓછી છે. ત્યારે ગરબા આયોજકો નવરાત્રી યોજાઈ એ માટે કમલમ ખાતે પહોંચ્યા હતા અને રજુઆત કરી હતી. જાે કે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી ગરબાની મંજુરી અપાઈ નથી. તેમ છતાં રાજકોટમાં તો ગરબા આયોજકો તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા હોવાના સમાચારો માધ્યમોમાં પ્રસારીત થયા હતા. ખરેખર, રાજય સરકારે ઓગષ્ટના અંત સુધી ‘વેઈટ એન્ડ વૉચ’ ની નીતિ અપનાવવા અભિગમ અપનાવ્યો હતો. પરંતુ ગરબા આયોજાકો ગરબા યોજવા જાણે કે તલપાપડ થઈ ગયા છે. તેમણેે આ અગાઉ પણ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. હવે તેઓ પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે પણ પહોંચી ગયા હતા.


કોરોનાનું સંક્રમણ રાજ્યમાં સતત વધી રહ્યુ છે. અમદાવાદમાં રોજના ૧૦૦ કરતા વધુ કેસ આવી રહ્યા છે . જ્યારે રાજ્યમાં ૧૦૦૦ કેસ દરરોજ નોંધાતા તંત્ર પણ ચિંતીત છે. આવા સંજાેગોમાં જાે નવરાત્રી યોજાય તો કોરોના સંક્રમણનું જાેખમ પૂરેપૂરૂ વધી શકે તમ છે. નવરાત્રીમાં મોટી સંખ્યામાં યુવાનો-યુવતિઓ-અબાલ-વૃધ્ધો ગરબે ઘુમતા હોય છે ત્યારે કોરોના ફેલાય તો જવાબદાર કોણ? રાજ્ય સરકાર પર મોટી જવાબદારી હોય છે. જાે ગરબા આયોજકોને મંજુરી ન આપે તો સેંકડો લોકો સામે રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે.

બીજી તરફ જાે ગરબા-યોજવાની લીલીઝંડી આપે તો કોરોનાનું સંક્રમણ વધી જાય. પાર્ટી-પ્લોટોમાં લીમીટેડ લોકો સાથે ગરબા યોજવાની આયોજકો વાત કરી રહ્યા છે. પરંતુ પાર્ટી પ્લોટોની બહાર મોટી સંખ્યામાં ખેલૈયાઓ એકત્રિત થાય તો તેની જવાબદારી કોના માથે રહેશે??!! રાજ્ય સરકાર માટે દ્વિધાભરી સ્થિતિનું નિર્માણ થયુ છે.

બીજી તરફ ઈલેકટ્રોનિક્સ મીડીયાએ પણ આવેશમાં આવીને ગરબાના આયોજન વિશે સમાચારો પ્રસારીત કરતા પહેલાં સરકારના તથા સામાજીક દ્રષ્ટીકોણને ધ્યાનમાં લેવોજાેઈએ. તેમ નાગરીકોનુ માનવુ છે. પ્રજા-સરકાર બંન્ને માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. પ્રેસ સ્વાતંત્ર્યના નામે મનફાવે એમ અહેવાલો પ્રસારીત કરવા ન જાેઈએ એવી લાગણી પણ જાગૃત નાગરીકો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.