ઓફિસમાં કોઈપણ ચીજવસ્તુઓને અડો તો હાથને સેનેટાઈઝ કરો અથવા સાબુ-પાણીથી ધોવો
ગાંધીનગરમાં ફાઈલને કારણે કોરોના ફેલાયો હોવાની ચર્ચાઃ છીંક કે ઉધરસ ખાતી વખતે રૂમાલ રાખો, જાે વચ્ચે હાથ રાખો તો તેને સાફ કરો
(પ્રતિનીધિ દ્વારા) અમદાવાદ, દો ગજ કી દૂરી-માસ્ક જરૂરી’ એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કોરોના સંક્રમણથી બચવા માટે આમ જણાવ્યુ હતુ. પરંતુ તેમાં એક વસ્તુ ઉમેરવામાં આવે તો કોરોનાને કાબુમાં રાખી શકાય છે. તેમાં સેનેટાઈઝર જરૂરી એ પણ ઉમેરવુ જાેઈએ. જાે કે આપણે ત્યાં હજુ પણ લોકો માસ્ક- સેનેટાઈઝરનો ઉપયોગ કરતા નથી. પાન-મસાલાની પાછળ રૂપિયા ખર્ચી નાંખશે. પરંતુ સેનેટાઈઝરની વાત આવશે તો રૂપિયા નથી એમ જણાવશે. સેનેટાઈઝર અગર તો સાબુથી હાથ ધોવા જરૂરી છે.
ઉદાહરણ તરીકે તમે કોઈ ઓફિસમાં કામ કરો છો તેમાં ફાઈલીંગના કામ હોય, જાે કોઈ વ્યક્તિને છીંક આવે તેના ડ્રોપલેટ (છીંકના ટીપા) ફાઈલ પર પડે અગર તો હાથ વચ્ચે લાવે અને તેને સાફ ન કરે. જાે ભૂલ કરે આવી વ્યક્તિ કોરોનાગ્રસત હોય તો તેનો ચેપ અન્યને પણ લાગી જવાની શક્યતાઓ છે. તાજેતરમાં ગાંધીનગરમાં આ પ્રકારના કિસ્સાઓ જાેવા મળ્યા હતા. પરંતુ આ વાત સાબિત કરવી મુશ્કેલ છે. તેમ છતાં ઓફિસના સ્ટાફનુ કહેવુ છે કે ફાઈલના કારણે સ્ટાફના કેટલાંક લોકો સંક્રમિત થયા હતા.
કોરોના વાયરસના કીટાણુઓ સરફેસ પર કેટલો સમય રહે છે તેને લઈને અલગ અલગ પ્રકારના તારણો નીકળી રહ્યા છે. પરંતુ આ અંગે કોઈ ચોક્કસ રીસર્ચ થયુ નથી.જેટલા મોં એટલી વાત થાય છે. કારણ કે કોરોનાનો અનુભવ વિશ્વના લોકોને પ્રથમ વખત થયો છે. તજજ્ઞો પણ તેનાથી અજાણ છે. પરંતું સમજવાની વાત એ છે કે જ્યારે તમે છીંક કે ઉધરસ ખાવ છો અને તમને શરદી છે કે નથી, પણ છીંક ઉધરસ ખાતી વખતે રૂમાલ રાખો.
જાે એકદમ તમે રૂમાલ ન કાઢી શક્યા અને વચ્ચે હાથ રાખ્યો તો પછી હાથને પાણીથી બરાબર સાફ કરો. અગર તો સેનેટાઈઝ કરો. બીજી તરફ જે વ્યક્તિ ફાઈલ કે અન્ય કોઈ ચીજવસ્તુઓનો સ્પર્શ કરે છે તેણે પણ હાથ સેનેટાઈઝ કરવા જરૂરી છે. જાે સેનેટાઈઝની સુવિધા ન હોય તો સાબુથી હાથ ધોવા અને તે પણ ન હોય તો ૧પ-ર૦ સેકન્ડ સુધી પુષ્કળ પાણીથી (બગાડ કર્યા સિવાય) હાથ ધોવા જરૂરી છે. જાે એ પહેલાં નાક કે મોં પર હાથ અડાડયો તો કોરોના સંક્રમણનો ખતરો વધી જાય છે.