Western Times News

Gujarati News

૨૦૧૯-૨૦માં બે હજારની નવી નોટની છપાઇ નથી કરાઇ: આરબીઆઇ

નવીદિલ્હી, વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૦૦૦ રૂપિયાની નોટની છપાઇ કરવામાં આવી નથી ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ગત વર્ષોમાં ૨૦૦૦ રૂપિયાની નોટનું સર્કુલેશન પણ ઓછું થયું છે. ૨૦૦૦ રૂપિયાની નોટનું સર્કુલેશન માર્ચ ૨૦૧૮ના અંતમાં ૩૩,૬૩૨ લાખ પીસ હતો જે માર્ચ ૨૦૧૯ના અંત સુધી ઘટીને ૩૨,૯૧૦ લાખ પીસ પર આવ્યા આરબીઆઇએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે માર્ચ ૨૦૨૦ના અંત સુધી ૨૦૦૦ રૂપિયાની નોટનો સર્કુલેશન ઘટી ૨૭,૩૯૮ લાખ પીસ પર આવી ગયું.

આરબીઆઇએ કહ્યું કે કોવિડ ૧૯ મહામારીની વચ્ચે ભારતને સતત વૃધ્ધિના માર્ગ પર પાછું વાળવા ઉડા અને વ્યાપક સુધારાની જરૂરત છે કેન્દ્રીય બેંકે ચેતવણી આપી છે કે આ મહામારીના કારણે દેશની સંભવિત વૃધ્ધ દરની ક્ષમતા નીચે આવી રિઝર્વ બેંકે પોતાના આકલન અને સંભાવનાઓમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ ૧૯ મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને પુરી રીતે તોડી નાખી છે. ભવિષ્યમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાનો આકાર એ વાત પર નિર્ભર કરશે કે આ મહામારીનો ફેલાવો કેવો રહે છે આ મહામારી કયાં સુધી રહે છે અને કયાં સુધી તેની સારવારની રસી આવે છે કેન્દ્રીય બેંકનું આકલન અને સંભાવનાઓ ૨૦૧૯-૨૦ની વાર્ષિક રિપોર્ટનો હિસ્સો છે.

રિઝર્વ બેંકે કહ્યું કે એક વાત જે બહાર આવી રહી છે તે છે કે કોવિડ ૧૯ના બાદની દુનિયા બદલાઇ જશે અને એક નવી સામાન્ય સ્થિતિ સામન્ય સામે આવશે આરબીઆએ કહ્યું કે મહામારી બાદ પરિદ્‌શ્યમાં ઉડાઇવાળા અને વ્યાપક સુધારોની જરૂરત હશે ઉત્પાદન બજારથી લઇ નાણાં બજાર,કાનુની માળખા અને આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધાના મોરચા પર વ્યાપક સુધારોની જરૂરત હશે ત્યારે તમે વૃધ્ધિ દરમાં ઘટાડાથી બહાર આવી શકશે એ અર્થવ્યવસ્થાની વૃધ્ધિ આર્થિક અને નાણાંકીય સ્થિરતાની સાથે મજુબત અને સતત વૃધ્ધિના માર્ગ પર લઇ શકે છે.

આરબીઆઇએ કહ્યું કે બાકીની દુનિયાની જેમ ભારતમાં પણ સંભવિત વૃધ્ધિની સંભાવનાઓ નબળી હશે કોવિડ ૧૯ બાદ પરિદ્‌શ્યમાં પ્રોત્સાહન પેકેજ અને નિયામકીય રાહતોથી હાસલ વૃધ્ધિને કાયમ રાખવી મુશ્કેલ હશે કારણ કે ત્યારે પ્રોત્સાહન હટી જશે આરબીઆઇએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં સુધાર પણ કંઇ અલગ હશે વૈશ્વિક નાણાંકીય સંકટ અનેક વર્ષની તેજી વૃધ્ધિ અને વૃહદ આર્થિક સ્થિરતા બાદ આવ્યો હતો જયારે કોવિડ ૧૯એ એવા સમયે અર્થવ્યવસ્થાને આંચકો આપ્યો છે જયારે ગત અનેક ત્રિમાસીકથી તે સુસ્ત ગતિથી આગળ વધી રહી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.