પ્રશાંત ભૂષણ અવમાનના કેસ: સજાનો ચુકાદો અનામત
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભૂષણને માફીની વાત કરાય છે પણ જો માફી અપાશે તો પણ અમારી સામે આરોપ લગાવાશે |
નવી દિલ્હી, પ્રશાંત ભૂષણ અવમાનના કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે સજાનો ચુકાદો અનામત રાખ્યો હતો. એટર્ની જનરલ કે કે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, ભૂષણને માફ કરી દેવા જોઈએ. જો કોર્ટ આમ કરશે તો બાર એસોસિએશન પણ તેની પ્રશંસા કરશે. તેમણે કહ્યું કે,ભૂષણે દેશમાં ઘણાં સારાં કામ કર્યાં છે. તેમણે ફૂડ સિક્યોરિટી, મજૂરોના અધિકારો અને બુનિયાદી સેવાઓ માટે સારાં કામ કર્યાં છે.
ભૂષણના વકીલ રાજીવ ધવને ભૂષણને સજા ન આપવા માટે વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભૂષણનું ટ્વીટ અનુચિત હતું. સુનાવણી દરમિયાન અટૉર્ની જનરલ વેણુગોપાલે કહ્યુ કે આમને માફ કરી દેવા જોઈએ. બાર પણ આપના આ પગલાંની પ્રશંસા કરશે. તેમણે કેટલાય સારાં કામ પણ કર્યા છે. ફૂડ સિક્યોરિટી, મજૂરો માટે, બુનિયાદી અધિકારો માટે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો તમે અમને આવું કરવાની સલાહ આપી રહ્યા છો અને જો આવું કર્યું તો પણ અમારી આ અમારી પણ આરોપ લગાવશે. અટૉર્ની જનરલ તરીકે તેમણે જે કંઈ કહ્યુ છે તેની પર તમે જ વિચાર કરો. અમને આપના નિવેદન દુર્ભાવના ભર્યા લાગી રહ્યા છે.
સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને ફરીથી તે આરોપો વિશે વિચારવા માટે કહ્યુ અને જો તેઓ ઈચ્છે છે તો પોતાનુ નિવેદન પાછું લઈ શકે છે. ભૂષણના વકીલ રાજીવ ધવને કહ્યું કે જો ભૂષણને સજા થઈ તો આ ન્યાયપાલિકા માટે કાળો દિવસ હશે. પ્રશાંત ભૂષણના એક વકીલ તરીકે ન્યાયપાલિકા અને દેશ માટે ખૂબ સેવા આપી છે. તેમનું યોગદાન ઘણું છે.
રાજીવ ધવને પ્રશાંત ભૂષણના બચાવમાં દલીલ કરતાં કહ્યુ કે મેં તો જજ અને ન્યાયપાલિકા વિશે ઘણું લખ્યું છે, બોલ્યો છું આલોચના પણ કરી છે. સેંકડો આર્ટિકલ પણ લખ્યા છે. આ રીતનો આદેશ ગત સુનાવણીમાં આપવામાં આવ્યો કે વિના શરત માફી માટે બે દિવસનો સમય આપવામાં આવે છે. આ ખોટી જ્યુરિસપ્રુડેન્સ છે. ધવને કહ્યું કે જો પ્રશાંત ભૂષણના નિવેદનને વાંચવામાં આવે તો તેમણે કહ્યું છે કે તેમની પાસે આ સંસ્થાન માટે સૌથી વધારે સન્માન છે, પરંતુ છેલ્લા ચાર સીજેઆઈ અને આ અદાલતની રીત વિશે તેમનું જુદું વલણ છે.SSS