ખેડબ્રહ્મા કોલેજમાં ગુરુપર્વ તથા વિદાય સમારોહની ઉજવણી
ખેડબ્રહ્મા, ખેડબ્રહ્માની આર્ટસ કોમર્સ કોલેજમાં ૧૯ જુલાઈ શુક્રવારના રોજ ગુરુપર્વ તથા વિદાય સમારોહ કાર્યક્રમની ઉજવણી કરાઈ કોલેજની ડાભી કિરણ તથા પ્રજાપતિ ડિમ્પલએ રજૂ કરેલી પ્રાર્થના પછી આચાર્ય એન ડી પટેલે ઉપÂસ્થત મહાનુભાવોનુ સ્વાગત કરી પ્રાસંગિક માહિતી આપી હતી ત્યાર બાદ ચૌધરી જીલ તથા ચૌધરી આરતી દ્વરા સૌનુ ઉચિત સ્વાગત તથા તિલક સન્માન કરાયુ હતુ એ પછી વયનિવૃત્ત સિનિયર કલાર્ક મણિલાલ એચ પટેલને વિવિધ સ્મૃતિભેટ સન્માન અપાયુ હતુ અને ડો વી સી નિનામાએ સન્માનપત્રનું વાંચન કર્યુ હતુ એ પછી વિવિધ અતિથિવિશષોએ પ્રતિભાવ પાઠવ્યો હતો જે સૌ માટે પ્રેરક તથા હકારાત્મક હતો એ પછી મુખ્ય મહેમાન અને સાહિત્ય સર્જક ડો મણિલાલ હ પટેલે પોતાની આગવી શૈલીમાં વર્તમાન ક્ષણે વિદ્યાર્થીઓમાં પ્રવર્તતી વાંચનની ઉદાસીનતાને સાંકળી સંવેદનના શિક્ષણ પર ભાર મૂકતું વ્યાખ્યાન આપ્યું હતું એ પછી અધ્યક્ષ પરમપૂજ્ય સંતશ્રી શ્યામ સુંદરજી મહારાજે શા†ોમાં ઉલ્લેખાયેલ પાંચ ગુરુ માતા પિતા શિક્ષક વગેરે નું સ્પષ્ટીકરણ કરતા જઈ ગુરુમહત્તા વિશે સરસ વક્તવ્ય આપ્યુ હતુ. આ કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિની જવાબદારી અનુક્રમે ડો કે એન બ્લોચે તથા ડો એ બી બ્રહ્મભટ્ટે સંભાળી હતી.