વાહનમાં જ વાતો કરીને ચોર મોબાઇલ ઉપાડી લે છે
સુરત: સુરતના અડાજણ વિસ્તારમાં એક લાલબત્તી સમાન ઘટના સામે આવી હતી. રીટાયર્ડ વૃદ્ધ પોતાની કારમાં સવાર થઇને જઇ રહ્યા હતા ત્યારે પેસેન્જર સીટ પાસેથી એક મોટરસાયકલ સવાર યુવાને કાંચ ઢોકી કહ્યું કે, કાકા આ શું છે? આવું કહીને વાતમાં લીધા અને ત્યાર બાદ ડ્રાઇવર બાજુના કાંચ પાસે આવી અન્ય એક યુવાને કાકા સાથે વાત કરતા બીજી બાજુના યુવાને કારની સીટ પર પડેલા ફોન લઇને પલાયન થઇ ગયો હતો.
આ સમગ્ર ઘટના અંગે વુધ્ધને પોતાના ઘરે ગયા પછી મોબાઇલ નહિ મળતા ખબર પડી હતી. આડાજણ પોલીસ મથક ખાતેથી પ્રાપ્ત વિગતો અનુસાર, પિપલોદ વિસ્તારમાં આવેલા રાજહંસ સિનેમા પાસે આવેલા તિરૂપતી નગર સી ૬માં રહેતા ૬૨ વર્ષીય સુધીર કુમાર પાઠક હાલમાં નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. ૨૧ તારીખે પોતાના કામ માટે સુધીર કુમાર પોતાની કાર લઇને બપોરના સમયમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસ જતા હતા. દરમિયાન અડાજણ ચાર રસ્તા પાસેથી પસાર થતી વખતે તેઓ ટ્રાફિકમાં ફસાયા હતા. ત્યારે સુધીર કુમારની કાર પાસે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા.
જેમાંથી એકે કારનો કાંચ ખખડાવી, શું છે એમ કહી વાત કરવાની શરૂ કરી હતી. ત્યારે અન્ય એક યુવાને સુધીરભાઇનો ડ્રાઇવર સાઇડનો કાંચ ખખડાવી તેમની સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન બીજી બાજુએ ઉભેલો યુવાન સુધીરકુમારની સીટ પર પડેલા બે ફોન લઇને પલાયન થઇ ગયો હતો. થોડીવારમાં અન્ય યુવાન પણ પલાયન થઇ ગયો હતો. સુધીર કુમારને ઘરે પહોંચીને ખબર પડી કે, તેમના બંન્ને ફોન યુવાનો કારમાંથી ચોરી ગયા છે. જેથી સુધીર કુમારે આખરે પોલીસ મથકમાં ૫૫ હજારની કિમતના બે ફોન ચોરાયાની ફરિયાદ નોધાવી હતી. પોલીસે ઘટનાને લઇ વધુ તપાસ હાથ ધરી છે.sss