આંતરરાજ્ય વાહન ચોરી કરતી ગેંગનો પર્દાફાશ
મેઘરજ પોલીસે ઉંડવા નજીકથી ચોરેલ ટ્રકનું પાયલોટિંગ કરતી સ્વીફ્ટ કારમાંથી ૧ ને દબોચ્યો ટ્રક કબ્જે કર્યો, ત્રણ ફરાર
પ્રતિનિધિ દ્વારા:ભિલોડા: રાજસ્થાન-ગુજરાતમાં નાના-મોટા વાહનોની ચોરી કરતી આંતરરાજ્ય અનેક ગેંગ સક્રિય છે અરવલ્લી જીલ્લા નવનિયુક્ત એસપી સંજય ખરાત અને ડીવાયએસપી ભરત બસિયા માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા તત્પર બન્યું છે મેઘરજ પોલીસે ઉંડવા ચેકપોસ્ટ નજીકથી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી સ્વીફ્ટ કારને અટકાવતા એક શખ્સ ઉતરીને રફુચક્કર થઇ ગયો હતો
પોલીસે કારચાલકની આગવી ઢબે પૂછપરછ કરતા સ્વીફ્ટ કારમાં રાજસ્થાનમાંથી ચોરેલ ટ્રક્નું પાયલોટિંગ કરવામાં આવતું હોવાનું પર્દાફાશ થયો હતો સ્વીફ્ટ કારને પોલીસે અટકાવતા પાછળ આવી રહેલ ચોરેલ ટ્રક સાથે રહેલ ગેંગના સાગરીતો રોડ પર ટ્રક મૂકી ફરાર થઈ જતા મેઘરજ પોલીસે રાજસ્થાનમાંથી ચોરેલ ટ્રક કબ્જે લઈ આંતરાજ્ય વાહનચોરી કરતી ગેંગના એક સભ્યને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ત્રણ શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મેઘરજ પીઆઈ જે.પી.ભરવાડ અને તેમની ટીમે ઉંડવા બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં રાજસ્થાનમાંથી ચોરી કરી ગુજરાતમાં વેચાણ અર્થે આવતી આંતરરાજ્ય વાહન ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો રાજસ્થાનના ચિતોડગઢ જીલ્લાના ચંદેરીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી કરેલ ટ્રક સાથે આવી રહેલ પાયલોટિંગ કરતી સ્વીફ્ટ કારમાંથી ગેંગના રતનલાલ ભંવરલાલ ગુર્જર (રહે,બોજુંદા-ચિતોડગઢ)ને ઝડપી લેતા પાછળ ચોરી કરેલ ટ્રકને લઈને આવી રહેલા ભગવંત સીંગ અને અન્ય શખ્શને જાણ થતા ભગવતસિંહ ઉંડવા નજીક રોડ પર ચોરેલ ટ્રક મૂકી ફરાર થઈ જતા પોલીસે ચોરેલ ટ્રક કબ્જે લઈ રતનલાલ ભંવરલાલ ગુર્જરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો મેઘરજ પોલીસે સ્વીફ્ટ કાર,ટ્રક,મોબાઇલ, રોકડ રકમ મળી કુલ.રૂ.૧૫૦૫૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી સ્વીફ્ટ કારમાં રતનલાલ સાથે રહેલ ગેંગનો શખ્શ, રોડ ટ્રક પર મૂકી ફરાર થઈ જનાર ભગવત સીંગ અને અન્ય શખ્શને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા