Western Times News

Gujarati News

અમેરિકાએ ભારતની યાત્રા માટે સૌથી ખરાબ રેટિંગ આપ્યા

વોશિંગ્ટન, ભારતની સાથે દોસ્તીના તમામ વચનો આપનાર અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની યાત્રા નહીં કરવાની સલાહ આપી છે અમેરિકાએ તેના કારણે ભારતમાં કોરોના સંકટ અપરાધ અને આતંકવાદનું કારણ બતાવ્યું છે એટલું જ નહીં અમેરિકાએ ભારતની યાત્રા માટે રેટિંગ ચાર નિર્ધારિત કરી છે જેને સૌથી ખરાબ માનવામાં આવે છે આ શ્રેણીમાં ભારત ઉપરાંત યુધ્ધગ્રસ્ત સીરિયા,આંતકવાદનું કેન્દ્ર પાકિસ્તાન ઇરાન ઇરાક અને યમન સામેલ છે.

અમેરિકાએ કહ્યું છે કે ભારતમાં કોરોના સંકટ છે આ ઉપરાંત દેશમાં અપરાધ અને આતંકવાદમાં તેજી આવી છે આથી અમેરિકી નાગરિક ભારતની યાત્રા ન કરે અમેરિકાએ પોતાની એડવાઇઝરીના કેટલાક અન્ય કારણોમાં મહિલાઓની વિરૂધ્ધ અપરાધ અને ઉગ્રવાદને પણ કારણ બતાવ્યું છે. દરમિયાન ઇડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટલરી (ફેથ) સંધે ભારત સરકારને વિનંતી કરી છે કે તે અમેરિકા સરકારથી ટ્રાવેલ એડવાઇઝરીને બદલવા માટે દબાણ કરે.

ફેથે કહ્યું કે સરકાર તેના પ્રાથણિકતાના આધાર પર ઉઠાવે જેથી દેશની બાબતમાં બની રહેલ નકારાત્મક તસવીરને રોકી શકાય ફેથે કહ્યું કે આ સમય પર્યન ઉગ્યોગ કોરોના મહામારીના કારણે ગંભીર સંકટમાંથી પસાર થઇ રહ્યો છે અને તાકિદે ભારતમાં આ ઉદ્યોગ ફરીથી પોતાના આપ શરૂ કરવા જઇ રહ્યો છે ૨૩ ઓગષ્ટે જારી આ ટ્રેવેલ એડવાઇઝરીમાં ભારત ઉપરાંત અન્ય દેશો જેમ કે હિંસા પ્રભાવિત દેશોને સામેલ કરવામાં આવ્યા છે.

ભારતમાં પર્યટન ઉદ્યોગ માટે અમેરિકી પર્યટક દરેક મોસમમાં ખુબ મહત્વપૂર્ણ રહે છે એટલું જ નહીં અમેરિકાથી આવનારા પર્યટક અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ સમય સુધી ભારતમાં રહે છે ફેથે કહ્યું કે જાે અમેરિકા સરકાર ભારતના પક્ષમાં ટ્રાવેલ અડવાઇઝરી જારી કરે છે તો આ ભારતમાં યાત્રાને લઇ એક સારૂ વાતાવરણ પેદા કરશે આથી કોરોનાથી નુકસાન પામેલ પર્યટન ઉદ્યોગને ખુબ રાહત મળશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.