રાહુલનું પડદાની પાછળથી પાર્ટીનું નિયંત્રણ હતું: દિગ્વિજયસિંહ
ભોપાલ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને લઇ હલચલ તેજ થઇ ગઇ છે પાર્ટીના કેટલાક નેતાઓના પત્રથી કોંગ્રેસ જુથમાં ખલબલી મચી ગઇ છે.કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં એક વર્ષ માટે ફરીથી સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અને રાજયસભા સાંસદ દિગ્વિજયસિંહનું નિવેદન આવ્યું છે.દિગ્વિજયસિંહે આ નિવેદનથી કોંગ્રેસની વધુ ચિંતા વધારી દીધી છે.
એક ખાનગી ચેનલ સાથે મુલાકાતમાં દિગ્વિજયસિંહે કહ્યું કે પાર્ટીમાં જાે આજે અસંતોષ છે તે એક દિવસમાં નથી તેમણે કહ્યું કે આ વિવાદ તે દિવસથી વધતી ગયો હતો જયારે સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ બન્યા હતાં દિગ્વિજયસિંહે કહ્યું કે રાગુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદ છોડી દીધુ હતું પરંતુ પાર્ટી પર તેમનું નિયંત્રણ બનાવી રાખ્યું તેમણે કહ્યું કે તેના પુરાવા પાર્ટી પદાધિકારીઓની નિયુક્તિથી મળે છે.
સિંહે કહ્યું કે રાહુલ ગાંધી ભલે જ કોંગ્રેસના અધ્યક્ષ ન હોય પરંતુ પડદાની પાછળ પાર્ટી પર તેમનું નિયંત્રણ હતું આ કારણે પણ પાર્ટી નેતાઓમાં અસંતોષ વધી ગયો તેમણે કહ્યું કે રાજયસભા ચુંટણી બાદ પાર્ટીમાં અસંતોષ વધુ ગાઢ બન્યો દિગ્વિજયસિંગે ઉદાહરણ આપતા કહ્યું કે મુકુસ બનાલની અને કે સી વેણુગોપાલની જગ્યાએ રાજીવ સાતવની નામાંકન માટે રાહુલે હા પાડી હતી તેનાથી પાર્ટીમાં વધુ નારાજગી વધી ગઇ.
હકીકતમાં ગત કેટલાક દિવસોથી શરદ પવારના સુરમાં સુર મિલાવતા દિગ્વિજયસિંહે રાહુલ ગાંધીને સલાહ આપી તેમણે સલાહ આપતા કહ્યું કે તેમણે વધુ એકિટવ રહેવા માટે ટ્વીટ કર્યું હતું તેને લઇ દિગ્વિજયસિંહ પાર્ટીની અંદર જ ઘેરાઇ ગયા હતાં તમિલનાડુના એક સાંસદ અને રાજીવ સાંતવે દિગ્વિજયસિંહ પર હુમલો કર્યો હતો. દિગ્વિજયસિંહે ટ્વીટ કરી રહ્યું હતું કે સોનિયા ગાંધીનું નેતૃત્વ સર્વમાન્ય છે જાે સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડવા ઇચ્છે છે તો રાહુલ જીએ પોતાની જીદ છોડી દેવી જાેઇએ અને અધ્યક્ષ પદ સ્વીકારી લેવું જાેઇએ દેશનો સામાન્ય કોંગ્રેસી કાર્યકર્તા અન્ય કોઇને સ્વીકારશે નહીં. પત્ર વિવાદ પર તેમણે કહ્યું કે પત્ર લખવાની કોઇ જરૂરત ન હતી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં કોઇ વ્યક્તિએ કહ્યું નથી કે હું રાહુલજીની વિરૂધ્ધ છું જાે કોઇ છે તો સામે કેમ આવ્યા નહી.HS