સુશાંતસિંહ કેસની તપાસ ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી કરશે
મુંબઇ, સુશાંતસિંહ રાજપુતના મોત મામલે નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો પણ તપાસ શરૂ કરશે નાર્કો કંટ્રોલ બ્યુરોના ડાયરેકટર અને ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે નાર્કો કંટ્રોલ બ્યુરો સુશાંત કેસની પણ તપાસ કરશે અસ્થાનાએ કહ્યું અમારી નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોની ઓપરેશન ટીમ અને બાકીની ટીમ આ મામલામાં ડ્રગ્સ એંગલની તપાસ કરશે તપાસનો અવકાશ ખુબ મોટો હશે અને તે વિષે મુંબઇ દિલ્હીના કયા મોટા અને અનભવી અધિકારીઓ આ તપાસમાં રોકાશે.
બોલીવુડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતના કેસમાં સીબીઆઇ અને ઇડી પહેલાથી તપાસ કરી રહ્યું છે જયારે સીબીઆઇ સુશાંત સિંહની હત્યા અથવા આત્મહત્યાના રહસ્યને ઉકેલવામાં રોકાયેલી છે ત્યારે ઇડી સુશાંતના ખાતાના નાણાંકીય લેવડદેવડની સતત તપાસ કરી રહી છે સુશાંત વિષે રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. હવે આ કેસમાં નીાર્કો કંટ્ોલ બ્યુરો પણ તપાસ શરૂ કરશે ભાજપના રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે ડ્રગ ડીલરો સાથે હત્યાના સંબંધો છે વળી સ્વામીએ સુશાંતના ઓટોપ્સી રિપોર્ટ પર પણ સવાલ ઉઠાવ્યા છે.
સ્વામીએ બે દિવસ પહેલા મોટો ખુલાસો કર્યો હતો તેમણે કહ્યું હતું કે સુશાંતની હત્યા કરવામાં આવી છે તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે સુનંદા પુષ્કરના મામલામાં સૌથી મહત્વની બાબત શું હતી તેમના પેટમાં એઇમ્સના ડોકટરને પોસ્ટમોર્ટમ દરમિયાન શું મળ્યુ હતું પરંતુ શ્રીદેવી અને સુશાંતના કિસ્સામાં આવું કશું બન્યુ નથી સુશાંતના કેસમાં દુબઇનો ડ્રગ ડીલર અયાશ ખાન તેના મોતના દિવસે મળ્યો હતો પરંતુ કેમ.HS