અર્થતંત્ર વિશે હું કહેતો હતો એ RBIએ સ્વિકાર્યું: રાહુલ

File photo
નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતની અર્થવ્યવસ્થાને લઈને એકવાર ફરી મોદી સરકારને ઘેરી છે. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, જે જોખમ વિશે કેટલાય મહિનાઓથી ચેતવણી આપી રહ્યા હતા, તેને હવે ભારતીય રિઝર્વ બેન્કે પણ માન્યું છે. રાહુલે બુધવારે ટ્વીટ કરીને કહ્યું હતું, આરબીઆઈએ હવે પુષ્ટિ કરી દીધી છે કે જેની હું મહિનાઓથી ચેતવણી આપી રહ્યો છું. સરકારે હવે વધારે ખર્ચ કરવાની જરૂર છે. ઉધાર આપવાની જરૂર નથી. ગરીબોને પૈસા આપો, ઉદ્યોગપતિઓના ટેક્સ માફ ના કરો. કન્ઝ્યુમરિઝમ દ્વારા અર્થવ્યવસ્થાને બીજીવાર શરૂ કરો.
મીડિયા દ્વારા ધ્યાન ભંગ કરવાથી ના તો ગરીબોને મદદ મળશે અને ના આર્થિક મુશ્કેલી ગાયબ થશે. પોતાની ટ્વીટ સાથે રાહુલ ગાંધીએ એક અખબારના સમાચારને શેર કર્યા છે. જેમાં આરબીઆઈના રિપોર્ટ વિશે લખેલુ છે. ગરીબને વધારે નુકસાન પહોંચ્યુ છે. એવામાં અર્થવ્યવસ્થાને પાટા પર પાછી ફરવામાં ઘણો સમય લાગશે. રિપોર્ટમાં જણાવાયુ છે કે સરકારે કોર્પોરેટ ટેક્સમાં જે કપાત કરી છે તેનાથી રોકાણને પ્રોત્સાહન મળ્યુ નથી પરંતુ કંપનીઓએ આનો ઉપયોગ દેવુ ઘટાડવા અને કેસ બેલેન્સ કરવામાં કર્યો છે. કોરોના વાઈરસ મહામારીના કારણે લાંબા સમય સુધી દેશમાં લોકડાઉન લાગુ રહ્યુ. આનાથી દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યુ છે.SSS