રમવાનું કહીને ઘરેથી નીકળેલા ગુમ બાળકની લાશ મળી આવી
સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના-પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકના મિત્રએ જ હત્યા કરી હોવાનું અનુમાન, ઘટનાના પગલે પંથકમાં ચકચાર
સુરત, સુરતના પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ હીરાનગરમાં રહેતા મૂળ ઝારખંડના સિક્યુરિટી ગાર્ડનો ૧૧ વર્ષીય પુત્ર ગત બપોરે સોસાયટીમાં રમવા ગયા બાદ ગુમ થયો હતો. આજે સવારે ૧૧ વર્ષીય બાળકની હત્યા કરેલી લાશ તેના ઘર નજીકથી જ મળી આવતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં બાળકની હત્યા તેના જ હમઉમ્ર મિત્રએ કરી હોવાનું બહાર આવ્યું છે.
હાલ પોલીસ તપાસ કરી રહી છે. સુરતમાં ફરી પાંડેસરા વિસ્તારમાં બનેલી બાળકી હત્યાની ઘટના યાદ અપાવતી બીજી ઘટના સામે આવી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં મૂળ ઝારખંડના વતની અને પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ હીરાનગર પ્લોટ નં.૫૭ માં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંતોષ અજયભાઈ તિવારીનો ૧૧ વર્ષ ૧૦ માસનો પુત્ર આકાશ ગત બપોરે ૩ વાગ્યે તેની માતાને સોસાયટીમાં રમવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ ક્યાંય ભાળ ન મળતા છેવટે ગુમ થયાની જાણ પાંડેસરા પોલીસ મથકમાં કરી હતી.
આ દરમિયાન આકાશની હત્યા કરેલી લાશ તેના ઘર નજીક જ લક્ષ્મીનગર પાસેથી મળી આવતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પાંડેસરા પોલીસે અને ઉચ્ચ અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચું ગયા હતા અને તપાસ હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં આકાશની હત્યા તેના નજીક રહેતા મિત્ર અને પૂર્વ પડોશી દ્વારા આ કસરસ્તાન કરવામાં બહાર આવ્યું હોવાની તાપસમાં આવતા તાત્કાલિક પોલીસે બે ઇસમોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે પૂછપરછ કરવામાં આવી રહી છે.
પણ નવાઈની વાત એ છે કે ૧૧ વર્ષના બાળક ને ક્યાં કારણોસર હત્યા કરવામાં આવી છે હાલમાં પોલીસ હત્યા નથી કહી રહી પણ જોતા એવું લાગે છે કે આ બાળકની હત્યા જ છે કારણ કે જે રીતે બાળકની બોડી ૫ ધર પછી જુના ધરે રહેતો હતો તેના પડોશી ના રૂમ માંથી બોડી મળવી અને ચાદર માં વિટેલી હતી જેથી હાલમાં પોલીસ બોડી ને પીએમ માટે મોકલી અને પેનલ પીએમ કરવામાં આવી રહ્યું જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ગુનો નોંધવામાં આવશે. SSS