કોરોના દર્દીને પરિવાર-પશુઓ સાથે ક્વોરન્ટાઈન કરી દીધા
રાયસેન: મધ્ય પ્રદેશના રાયસેનના ઓબેદુલાગંજ બ્લોકમાં સ્વાસ્થ્ય વિભાગને કદાચ માણસો અને પશુઓમાં કોઈ અંતર દેખાયું નથી. સ્વાસ્થ્ય વિભાગે બેદરકારીની હટવાટી દેવા જેવી ઘટના સામે આવી છે. સ્વાસ્થ્ય વિભાગે પુશો અને માણસોને એક સાથે હોમ ક્વારન્ટાઈન કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે ૧૭ ઓગસ્ટે ખસરોદ ગ્રામમાં એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે તેને કોવિડ સેન્ટર મોકલી દીધો હતો. પરંતુ તેના પરિવારજનોએ એક તબેલામાં ગાય ભેંસો સાથે હોમ ક્વોરન્ટાઈન કરી દીધા હતા.
સ્વાસ્થ્ય વિભાગની ટીમે ઉપરી અધિકારીઓને જાણ કરી ન હતી. ગ્રામીણોના સોતેલા વ્યવહારના કારણે પરિવારજનોને ખાવા-પીવાના ફાંફાં પડી ગયા હતા. ખાવા માટે રાશન અને પીવા માટે પાણીની પણ તકલીફો પડવા લાગી હતી. તેઓ વરસાદનું પાણી પીવા માટે મજબૂર થયા હતા. પીડિત પરિવારજનોએ જણાવ્યું કે, જ્યારેથી તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા ત્યારથી સ્વાસ્થ્ય વિભાગના કોઈ અધિકારી કે પછી કોઈ અન્ય અધિકારીઓ તેમની ભાળ લેવા માટે આવ્યા ન હતા.