Western Times News

Gujarati News

ચાલુ એસટી બસમાં છરી વડે એક યુવાનની ઘાતકી હત્યા

જામનગર: જામનગર નજીક વિજરખી પાસે ચાલુ એસટી બસમાં બે યુવાન વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો બીચકતા હત્યાની ઘટના સામે આવી છે. ચાલુ બસમાં જ એક યુવાને અન્ય યુવાનની ઘાતકી હત્યા નીપજાવી દેતા સનસનાટી મચી જવા પામી છે. ઘટનાની જાણકારી પ્રમાણે જામનગર બસ સ્ટેશનમાંથી ઉપડેલી જામનગર-જુનાગઢ રૂટની બસ જુનાગઢ જઈ રહી હતી.

જેમાં બેસેલા બે યુવાનો વચ્ચે ચાલુ બસે કોઈ બાબતે બોલાચાલી થઇ હતી.  બસ જામનગર નજીક વિજરખી પહોંચી ત્યારે એક યુવાને પોતાની પાસે રહેલા ધારદાર હથિયારથી એક યુવાનને ઉપરા ઉપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવને પગલે એસટી ચાલકે બસ થંભાવી દીધી હતી અને અન્ય મુસાફરો તથા એકત્ર થયેલ લોકોએ આરોપીને પકડી માર માર્યો હતો અને હોટેલના સિમેન્ટ પોલ સાથે બાંધી દઈ પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા જ પંચકોશી એ ડિવિઝનના પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થળ પર પહોંચી આરોપીની અટકાયત કરીછે. કયા કારણોસર બોલાચાલી થવા પામી તે સ્પષ્ટ થયું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.