સહકારી મંડળીઓની ચૂંટણી ૩૧મી ડીસેમ્બર સુધી મોકૂફ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાની પરિસ્થિતિને કારણે સહકારી મંડળીઓની ચૂંટણી ૩૧મી ડીસેમ્બર સુધી મોકૂફ રાખવાનો નિર્ણય સરકાર વિભાગે કર્યો છે. સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતુ કે વર્તમાન સમયમાં ચૂંટણી યોજવાનુ પડકારરૂપ બની ગયુ છે.
ગુજરાત સરકારે નિર્દિષ્ઠ સહકારી મંડળીઓ અને કલમ ૭૪ અંતર્ગત અન્ય સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીઓની મુદતમાં વધારો કરવાનો નિર્ણયલીધો છે. આ સંદર્ભમાં સરકારે રાજકોટ સહિત તમામ જીલ્લા રજીસ્ટ્રારને અક પરિપત્ર કરી તમામ સહકારી મંડળીના હોદ્દેદારોને જાણ કરવા સુચના આપી છે.
આ પહેલાં ચૂંટણી યોજવી હોય તો જીલ્લા કલેકટરની મંજુરી લેવાની રહેશે. આમ, તો ૩૧મી ડીસેમ્બર સુધી ભલે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી પરંતુ જે તે સમયે કોરોનાની પરિસ્થિતિને જાેતા નિર્ણય લેવાશે અને વધુ મંુદત પણ લંબાવીશકાય છે. રાજ્ય સરકારના આદેશ પછી જાે ચૂંટણી યોજવાની મંજુરી આપવામાં આવશે તો સભાસદોને બોલાવી સહકારી મંડળીના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવશે.