બિલ્ડરને બળાત્કારમાંથી બચાવવાના કેસમાં તપાસ એસીપીને સોંપાઈ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સામે બિલ્ડર દ્વારા આક્ષેપ કરાયો છે કે બળાત્કારની ફરીયાદમાં થી બચવા તેમણે તેની પાસેથી ૪પ લાખ ખંખેરી લીધા હતા. અને વધુ રૂા.રપ લાખની માંગણી કરાતા આ પ્રકરણ સપાટી પર આવ્યુ હતુ. હાલમાં આ તોડ પ્રકરણની તપાસ એસીપીને સોંપવામાં આવી છે.
તો બીજી તરફ બળાત્કારના ગુના બદલ બિલ્ડરની અટક કરાઈ છેે. બિલ્ડરનો કોવિડ-૧૯ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આી છે. આ અગાઉ બિલ્ડરે એક જમીન પ્રકરણમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. જેેમાં પાંચ આરોપીઓ સામે ફરીયાદ હતી. જેમાંથી એક આરોપીને બિલ્ડરે રૂપિયા ઉછીના આપ્યા હતા. આ નાણાં માટે બિલ્ડરે તેની પત્નીને પરેશાન કરતો હતો. અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેના પગલે આરોપીની પત્નીએ બિલ્ડર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.