બંગાળ ચુંટણી: ભાજપના આક્રમણ વલણને કારણે ટીએમસી પરેશાન
નવીદિલ્હી, જીએસટી અને જેઇઇ નીટ પરીક્ષાના મુદ્દાએ વિરોધ પક્ષોને એક થવાની તક આપી છે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષોની બેઠકમાં અંતર બનાવી રાખનાર તૃમણૂલ કોંગ્રેસ આ વખતે કોંગ્રેસની સાથે ઉભેલી નજરે પડી ચોમાસા સત્રની બરોબર પહેલા થયેલ આ બેઠકથી સંસદની અંદર અને બહાર વિરોધ પક્ષોને એકતાની આશા વધી છે. કેન્દ્ર સરકારની વિરૂધ્ધ કોંગ્રેસ વિપક્ષી દળોને એક કરવાની સતત કોશિશ કરી રહી છે પરંતુ છેલ્લી કેટલીક બેઠકોમાં ટીએમસી ગેરહાજર રહેતી હતી મમતાનાં વલણમાં આવેલ પરિવર્તનને કોંગ્રેસ રણનીતિ પશ્ચિ બંગાળથી જાેડીને જાેવા છે પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષ વિધાનસભા ચુંટણી છે.
પશ્ચિમ બંગાળને લઇ ભાજપ ખુબ આક્રમક છે આવામાં કોંગ્રેસ અને ડાબેરી પાર્ટીઓ એક થઇ મોરચો બનાવી લે તો ટીએમસી માટે ભાજપનો મુકાબલો કરવો મુશ્કેલ થશે પાર્ટીના એક નેતાએ કહ્યું કે મમતા બેનર્જી કોંગ્રેસની સાથે ગઠબંધન ન કરે તો તેમનો પ્રયાસ હશે કે કોંગ્રેસ એકલા ચુંટણી લડે કોંગ્રેસ અને ડાબેરી એક થાય છે તો લધુમતિ મતદારોના વિશ્વાસે જીતી શકે છે તેનું સીધુ નુકસાન ટીએમસીને થશે આજ કારણ છે કે મમતાએ સ્થિતિને સમજતા પોતાનું વલણ નરમ કર્યું છે જયારે કોંગ્રેસની સાથે પોતાના સંબંધોને સુધારવા ઇચ્છે છે જેથી ભાજપને રોકવામાં મદદ મળી શકે. આ બેઠકમાં ટીએમસી કોંગ્રેસની સાથે શિવસેનાએ જે રીતનું વલણ અપનાવ્યું છે તેનાથી કોંગ્રેસ ઉત્સાહિત છે પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આથી વિરોધ પક્ષોની એકતાને મજબુતી મળશે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ એ વાત પર ભાર મુકયો કે વિરોધ પક્ષનો અવાજ નબળો પડી રહ્યો છે અમે બધાને મળી કાર્યક્રમ બનાવવો જાેઇએ.HS