મિત્રએ જ મિત્રને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દીધો
સુરત: શહેરના પુણા પોલીસની હદમાં આજે આજે સારોલી રોડ પર આવેલ ડીએમડી માર્કેટ પાસે એક યુવાન તિક્ષણ હથિયાર મારી હત્યા કરી એક યુવાન ભાગી છૂટ્યો હતો. જોકે પુણા પીઆઈએ ખાનગી ગાડીમાં આરોપીનો પીછો કરી, હત્યારાને દબોચી લીધો હતો. સામાન્ય બાબતે મિત્રએ જ મિત્રની હત્યા કરવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરતના પુણા વિસ્તારમાં આજે સમાન્ય બાબતે મિત્રએ મિત્રની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના પુણા વિસ્તાર રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા જ્ઞાન દેવ આજે રૂપિયાની લેતી દેતી માટે મિત્ર પ્રિન્સ પાસે ગયો હતો. જોકે રૂપિયાની લેતી દેતીમાં પહેલાં બંને મિત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી અને જોત જોતામાં મામલો એટલો ઉગ્ર થઈ ગયો કે બંને મિત્ર પહેલા હાથા પાઇ કરવા લગ્યા.
આ સમયે પુણા વિસ્તારના સારોલી પાસે આવેલ ડીએમડી માર્કેટમાં કામ કરતો પ્રીસ આવેશમાં આવી ગયો અને પોતાની પાસે રહેલ તિક્ષણ હથિયાર વડે પોતાના મિત્ર જ્ઞાન દેવ પર હુમલો કરી તેની કરપીણ હત્યા કરી નાખી. જ્ઞાન દેવને ગંભીર ઇજા થતાં તેને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું.
આ ઘટનાની જાણકરી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. પોલીસે તુરંત માહિતી મેળવી અને હત્યા કરીને જે દિશામાં હત્યારો ભાગ્યો હતો તે લોકેશન મેળવી લીધુ, અને તુરંત પુણા પોલીસ સ્ટેશનના પીઆઇએ તતાકાલિક ફિલ્મી ઢબે ખાનગી ગાડીમાં દોડી જઈને હિંમત કરી આરોપીને પકડી પાડ્યો હતો. આ આરોપીને પકડતા સમયે બચવાની કોશિશ કરી રહેલા આરોપીના હાથે પીઆઈને સામાન્ય ઇજા થઈ હતી, સાથે આરોપીને પણ ગંભીર ઇજા થતાં પહેલાં તેને સારવાર માટે ખડેસવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ આરોપીની પોલીસે ધરપકડ કરી હત્યા મામલે વધુ પૂછપરછ શરૂ કરી છે.