Western Times News

Gujarati News

સેવાલીયા પોલીસ સ્ટેશનની મહારાજના મુવાડા ચેકપોસ્ટ ઉપર એ.સી.બીની સફળ ટ્રેપ

ખેડા જિલ્લાના ગળતેશ્વરની સેવાલીયા પોલીસ સ્ટેશન ની અમદાવાદ- ઈન્દોર હાઈવે ઉપર આવેલ નવી ચેક પોસ્ટ ઉપર તા:- ૨૮/૦૮/૨૦૨૦ ના રોજ એસીબીને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે અમદાવાદ – ઇંદોર હાઇવે પર આવેલ ચેક પોસ્ટ પર પોલીસ તથા હોમગાર્ડ ના માણસો દ્વારા હાઇવે પર આવતા જતા વાહનોને યેનકેન પ્રકારે રોકીને ટ્રાફિકના નિયમોના ભંગ અંગે કાયદેસરની કાર્યવાહી ન કરી ગેરકાયદેસર રીતે રૂ.૧૦૦/- થી રૂ.૧૦૦૦/- સુધીની માંગણી કરી સ્વિકારી કાયદેસરની પહોંચ આપતા ન હોવાની માહીતી મળેલ

જે માહીતિ આધારે આજ રોજ એક જાગૃત નાગરિક નો ડીકોયર તરીકે સહકાર મેળવી ડીકોયનું આયોજન કરતા આરોપી નં- (૨) એ ડીકોયરનું  વાહન રોકી આરોપી નં.- (૧) ને મળવાનું કહેતા ડીકોયર આરોપી નં.- (૧) ને મળતા આરોપી નં.- (૧) એ કાયદેસરની કાર્યવાહી ન કરી રૂ. ૨૦૦/- ની લાંચની માંગણી કરી સ્વિકારી શક પડતા સ્થળ પરથી લાંચની રકમ લઈ ભાગી જઈ તથા આરોપી નં.- (૨) સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતની ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એ.સી.બી સફળ ડિકોયમાં કુલ બે આરોપી (૧) વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમાર, અનાર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ , નોકરી – અમદાવાદ ઇંદોર હાઇવે મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ, સેવાલીયા પોલીસ સ્ટેશન, જી.ખેડા- નડીયાદ,(૨) વિનુભાઇ જાલમસિંહ પરમાર (પ્રજાજન) રહેવાસી- ઉપલેટ, તા.ઠાસરા, જી.ખેડા ઉપર લાંચની માંગણીની રકમ. રૂ.૨૦૦/-ની માંગણી કરી આ કામે  ડીકોય કરનાર અધિકારી શ્રી ડી.વી.રાણા (પોલીસ ઇન્સપેકટર અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. અમદાવાદ,) અને સુપર વિઝન અધિકારી શ્રી કે. બી. ચુડાસમા (મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ)નાઓ એ લાંચમાં સ્વીકારેલ રકમ. રૂ.૨૦૦/- સાથે આરોપી નં.- (૨)ને  રંગેહાથ ઝડપી પાડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.