ICICI ડાયરેક્ટે કોમોડિટી ડેરિવેટિવ્સ ટ્રેડિંગ શરૂ કર્યું
મુંબઈ, ICICI સીક્યોરિટીઝ (આઇ-સેક),રિટેલ-સંચાલિત ઇક્વિટી હાઉસ છે, જેણે આજે icicidirect.com પ્લેટફોર્મ પર કોમોડિટી ડેરિવેટિંગ લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે આઇ-સીકના 5 મિલિયન ક્લાયન્ટ હવે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX)પર કોમોડિટીઝ ફ્યુચરમાં ટ્રેડિંગ કરવા સક્ષમ બનશે.MCX ભારતનું સૌથી મોટું કોમોડિટી એક્સચેન્જ છે, જે 94 ટકાથી વધારે બજારહિસ્સો ધરાવે છે.
કોમોડિટી ડેરિવેટિવ્સ હાલના ઇક્વિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટ જેવું છે, પણ એમાં સ્ટોકને બદલે કોમોડિટી પર ભાર મૂકવામાં આવશે. icicidirect.comની ગૂડ ટિલ કેન્સલ્ડ (GTC) જેવી ઘણી લોકપ્રિય ખાસિયતો કોમોડિટીઝના ટ્રેડિંગ માટે ઉપલબ્ધ છે, જે એને રોકાણકારો માટે વધારે સુવિધાજનક બનાવે છે.
ICICIસીક્યોરિટીઝના એમડી અને સીઇઓ શ્રી વિજય ચંડોકે કહ્યું હતું કે, “આ લોંચ સાથે અમે અમારા ગ્રાહકોની મુખ્ય જરૂરિયાત પૂર્ણ કરીને ખુશ છીએ,
જેઓ તેમના કોમોડિટી ટ્રેડિંગ માટે પણ પરિચિત ઇન્ટરફેસની માંગણી કરતા હતા. અમે અમારા ગ્રાહકોના નાણાકીય ચક્રની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વન-સ્ટોપ ડિજિટલ શોપ બનવાની વધુ નજીક પહોંચ્યા છીએ, પછી એ રોકાણ હોય, વીમાકવચ હોય કે પછી ઋણ હોય. અમે અમારા ગ્રાહકો માટે શ્રેષ્ઠ ખાસિયતો અને ટ્રેડિંગનો અનુભવ પૂરો પાડવા આ સેગમેન્ટમાં વધારે ક્ષમતા ઊભી કરીશું. અમે કુશળ અને અનુભવી કોમોડિટીઝ રિસર્ચ ટીમ ધરાવીએ છીએ, જેઓ સુસંશોધિત પીરિયોડિક તેમજ તમામ મુખ્ય કોમોડિટીઝ પર થીમેટિક મેક્રો રિપોર્ટસ પ્રસ્તુત કરશે.”
કોમોડિટીઝ ટ્રેડિંગે લોકપ્રિયતા મેળવી છે, કારણ કે આ પોર્ટફોલિયો ડાઇવર્સિફિકેશનની સુવિધા આપે છે, જે કિંમતની વધઘટ સામે હેજિંગ છે અને ટ્રેડિંગના વધારે કલાકારો ધરાવે છે – MCX સવારે 9.00થી રાતના 11.30/11.55 સુધી ખુલ્લું હોય છે – જે રોકાણકારોને બજારમાં લાંબો સમય કામ કરવાની અને આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કિંમતો મેળવવાની સુવિધા આપશે. એના પર બુલિયન (ગોલ્ડ અને સિલ્વર), એનર્જી (ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ), મેટલ્સ (એલ્યુમિનિયમ, કોપર, લેડ, નિકલ અને ઝિંક) તથા એગ્રિ (કપાસ અને સીપીઓ)માં ટ્રેડિંગ થાય છે. MCX પર આ કોમોડિટીઓ મોટી સંખ્યામાં ટ્રેડરની ભાગીદારી માટે આંતરરાષ્ટ્રીય લિન્કેજ ધરાવે છે.
હાલ icicidirect.com 3-ઇન-1 એકાઉન્ટધારકો ઓર્ડરદીઠ રૂ. 20 અને લોટદીઠ રૂ. 2ના સ્પર્ધાત્મક બ્રોકરેજ સાથે સરળ ઓનલાઇન કોમોડિટીઝ રજિસ્ટ્રેશન પ્રક્રિયા સાથે ટ્રેડિંગ શરૂ કરી શકે છે.