પ્રાંતિજ પોલીસ દ્વારા બજારમાં દબાણ ડ્રાઈવ-બજારમાં લારીઓ દુર કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/06-11-1024x576.jpg)
દુકાન આગળ વધારા નો નળતર રૂપ સામાન દુર કરાયો –પ્રાંતિજ પોલીસ ની કામગીરી થી નગરજનો માં ખુશી
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દ્વારા બજાર માં દબાણ ડ્રાઈ હાથ ધરાઇ હતી જેમાં બજારમાં નળતર રૂપ દબાણો દુર કર્યા હતાં . પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પીઆઇ પી એલ વાધેલા દ્વારા આજે પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ થી બજાર ચોક નાનીભાગોળ સહિત ના વિસ્તારોમાં દબાણ ડ્રાઈ હાથ ધરી હતી
જેમાં પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ બજાર ચોક વિસ્તારોમાં આવેલ દુકાનો આગળ ખડકાઈ દેવા મા આવેલ માલ સામાન તથા બોકરા પાટલી સહિત નો સામાન તથા બજારોમાં નળતર રૂપ લારીઓ પણ દુર કરી હતી અને ફરી વાર અહીં ઉભી ના રાખવા લારીઓ વાળાઓએ જણાવ્યુ હતું તો બજાર ના વેપારીઓ ને પણ દુકાનો બહાર નળતર રૂપ માલ સામાન ના મુકવા સુચના આપવામાં આવી હતી
તો પ્રાંતિજ મહિલા પીએસઆઇ એ.બી.મિસ્ત્રી , પ્રાંતિજ પીએસઆઇ એ.જે.ચાવડા , પોલીસ ટાઉન જવાબદાર ઇશ્વરભાઇ , પોલીસ કોન્સ્ટેબલ દિપસિંહ , મોનસિહ , વસંત સહિત પોલીસ ટીમી બજાર માં રહેલ ખુલ્લા દબાણો દુર કર્યા હતાં અને ફરીવાર દબાણ ના કરવા સુચના ઓ પણ આપવામાં આવી હતી તો પ્રાંતિજ પીઆઇ પી એલ વાધેલા ની આ કામગીરી ને લઈને હાલતો પ્રાંતિજ નગરજનો માં પણ ખુશી જોવા મળી હતી