રાજકોટ ડિવિઝનને ૧૧૭ શ્રમીક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કર્યું: પરમેશ્વર ફૂંકવાલ
રાજકોટ, આખું વિશ્વ જ્યા કોરોના વૈશ્વિક રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યાંજ ભારતીય રેલ્વેએ દ્વારા મુસાફરોની સલામતી અને સુવિધા માટે અનેક પગલા લીધા છે.પશ્ચિમ રેલ્વેના રાજકોટ મંડળના વિભાગીય રેલ્વે મેનેજર પરમેશ્વર ફૂંકવાલે વેબિનાર દ્વારા આયોજીત એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે રાજકોટ મંડળ દ્વારા કોરોના રોગચાળાના સંક્રમણ થી બચવા માટે રાજકોટ વિભાગ દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે.બધા ફ્રન્ટલાઈન કર્મચારીઓની સુરકક્ષા હેતુ એમને માસ્ક, સેનિટાઇઝર, ફેશશીલ્ડ, હેન્ડ ગ્લોવ્ઝ વગેરે પૂરતા પ્રમાણમાં આપવામાં આવ્યા છે.
આરક્ષણ કચેરી, પાર્સલ અને પૂછપરછ કાઉન્ટર પર ટૂ-વે સ્પીકર્સ લગાવવામાં આવ્યા છે જેથી સ્ટાફ અને મુસાફરો બંને સંક્રમણ થી સુરક્ષિત રહી શકે ફૂંકવાલે જણાવ્યું હતું કે જામનગર અને રાજકોટ સ્ટેશનો પર માસ્ક અને સેનિટાઈઝર ચશ્મા વગેરેની ઉપલબ્ધતા સહેલાઇથી થઈ શકે આ માટે સ્વચાલિત વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે જેનાથી મુસાફરો તેમની મુસાફરી દરમિયાન જરૂરિયાત મુજબ તેને ખરીદી શકે અને મંડળના આ બે મોટા સ્ટેશનો જામનગર અને રાજકોટ સ્ટેશન પર બેગેજ અને લગેજ રેપિંગ મશીન લગાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
ટૂંક સમયમાં આ સુવિધાઓ આ સ્ટેશનો પર ઉપલબ્ધ થશે.તેમણે જણાવ્યું કે મંડળને આ દુર્ઘટનાને એક તકમાં પરિવર્તિત કરી છે અને તેના બાંધકામના કામો પૂર્ણ કરવામાં ઝડપથી કામ કરી રહ્યું છે.સુરેન્દ્રનગર-રાજકોટ પુનરાવર્તન પ્રોજેક્ટ પર ઝડપી બાંધકામની કામગીરી ચાલી રહી છે, જેમાં સુરેન્દ્રનગર-દિગસર વચ્ચેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના તમામ જમીન સંપાદનનાં કામો પૂર્ણ થઈ ચૂક્યાં છે.આ વિભાગના ૧૬ માંથી ૧૦ પુલનું કામ પૂર્ણતાની તરફ છે અને ૫૧% ટ્રેકના અર્થ કાર્ય પૂર્ણ થઈ ગયા છે.વાંકાનેરમાં બ્રિજ ૧૪૩ પર ગિડરકાસ્ટીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ફૂટ ઓવર બ્રિજનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. અહીં નવા સ્ટેશન બિલ્ડિંગનું કામ પણ ૬૦% પૂર્ણ થઈ ગયું છે.