રિયા ચક્રવર્તીની સીબીઆઇએ કડક પુછપરછ કરી, ધરપકડની ઉલ્ટી ગણતરી શરૂ
મુંબઇ, સુશાંતસિંહ રાજપુત કેસમાં આજે ખુબ મહત્વપૂર્ણ દિવસો રહ્યો તપાસના આઠમા દિવસે સીબીઆઇ રિયા ચક્રવર્તીની પુછપરછ કરી છે સીબીઆઇની એક ટીમે રિયાથી સવાલ જવાબો કર્યા હતાં તો બીજી ટીમ સુશાંતના મિત્ર સિધ્ધાર્થ પિઠાની અને સૈમુઅલ મિરાંડાથી અને ત્રીજી ટીમ રિયાના ભાઇ શૌવિકની ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં પુછપરછ કરી હતી. આ પહેલા રિયાના ભાઇ શૌવિકની સીબીઆઇ અને ઇડીએ તેમના પિતાથી પણ અનેક કલાક સુધી પુછપરછ કરી હતી સુશાંત કેસમાં સીબીઆઇ ઉપરાંત ઇડી અને નારકોટિકસ કંટ્રોલ બ્યુરોની ટીમો પણ તપાસ કરી રહી છે.
સીબીઆઇએ રિયાને સમગ્ર મામલાથી જાેડાયેલા દસ સવાલ પુછયા છે જયારે સુશાંતના ફેન્સ સતત રિયાની ધરપકડને લઇ પણ તપાસ એજન્સી પર દબાણ બનાવી રહ્યાં છે. રિયા ચક્રવર્તીના નિવેદન સીબીઆઇ ટીમના વરિષ્ઠ અધિકારી નુપુર પ્રસાદ રેકોર્ડ કરી રહ્યાં છે એજન્સી મામલામાં સુશાંતના પિતા દ્વારા લગાવવામાં આવેલ રિયા આત્મહત્યા માટે ઉશ્કેરવા સંબંધી વિવિધ આરોપોને લઇ સવાલ જવાબ કરી રહી છે જયારે એજન્સી હત્યાના એંગલ પર પણ તપાસ જારી છે.
સીબીઆઇએ રિયાને પુછયુ છે કે સુશાંત સિંહ રાજપુતના મોતની બાબતે તેમને કોણે જાણકારી આપી અને તે સમયે તે કયાં હતી,શું તે સુશાંતના ઘરે એટલા માટે ચાલી ગઇ કારણ કે બંન્ને વચ્ચે કોઇ લડાઇ હતી,સુશાંત સિંહ રાજપુતના ઘરે ગયા બાદ શું બંન્ને વચ્ચે કોઇ વાતચીત થઇ ૯ જુનથી લઇ ૧૪ જુન વચ્ચે કોઇ વાતચીત,જાે હાં તો શું થઇ અને જાે નહીં તો કેમ નહીં,મોતના અહેવાલો સાંભળતા જ શું રિયા સુશાંતના બાંદ્રા ખાતે ફલેટ પર ગઇ હતી જાે નહીં તો તેની પાછળનું કારણ અને તેણે સુશાંતની બોડી કયાં અને કયારે જાેઇ ,રિયાએ સુશાંતસિંહનું ઘર ૮ જુને કેમ છોડયું.
યુરોપ ટ્રિપ પર રિયા અને સુશાંત કયારે ગયા અને શું તે ટ્રિપ પરપિરવારનો કોઇ અન્ય સભ્ય પણ ગયો હતો,સુત્રોના જણાવ્યા અનુસારસીબીઆઇએ પુછયુ કે શું રિયાએ સુશાંતને કોઇ દવા કે ડોકટરને સુશાંતને બતાવવા માટે કોઇ એપોર્ટમેંટ લીધી હતી,રિયા અને સુશાંત સિંહની બેનની વચ્ચે કયારે લડાઇ થઇ હતી બંન્ને વચ્ચે સંબંધો કેવા હતાં સીબીઆઇએ દસમો સવાલ એ પુછયો હતો કે સુશાંતના પરિવારથી રિયાના સંબંધો કેવા હતાં શું રિયાનો પરિવાર સુશાંતના ફલેટ પર કયારેય આવ્યો હતો.સીબીઆઇ ટીમ એકટરના મોતના મામલાની તપાસ માટે ગત આઠ દિવસથી શહેરમાં છે સીબીઆઇએ રિયાના ભાઇ શોવિકનું નિવેદન નોંધ્યુ હતું એજન્સીએ શૌૈવિકની આઠ કલાક સુધી પુછપરછ કરી હતી.
સીબીઆઇએ આ મામલામાં અત્યાર સુધી અભિનેતાની સાથે ફલેટમાં રહેનારા તેમના દોસ્ત સિધ્ધાર્થ પિઠાની ભોજન બનાવનાર નીરજ સિંહ અને ઘરેલુ સહાયક દીપેશ સાંવત અને અન્યની પુછપરછ કરી ચુકી છે. સીબીઆઇ દ્વારા આ મામલાની તપાસ પોતાના હાથમાં લેતા પહેલા મુંબઇ પોલીસ અભિનેત્રીનું નિવેદન નોંધી ચુકી છે.
રિયાએ પોતાની અને પરિવારની સુરક્ષાની પણ વિનંતી કરી છે મીડિયા કર્મચારીઓની સાથે સુરક્ષા ગાર્ડની બોલાચાલી બાદ વીડિયો ઇસ્ટાગ્રામ પર પોસ્ટ કરતા રિયાએ લખ્યું આ મારી બિલ્ડીગની નીચેનું દ્શ્ય છે વીડિયોમાં મારા પિતા ઇદ્રજીત જાેવા મળી રહ્યાં છે અમે તપાસ એજન્સીને સાથ સહયોગ આપવા માંંગીએ છીએ પરંતુ મારા અને પરિવારના માટે ખતરો પેદા થયો છે આ સંદેશ બાદ મુંબઇ પોલીસની એક ટીમ રિયા અને પરિવારની સુરક્ષા માટે તેમની બિલ્ડીંગ નીચે પહોંચી ગઇ છે. ૩૪ વર્ષીય અભિનેતા સુશાંત ૧૪ જુને ઉપનગરીય બાંદ્રામાં પોતાના ફલેટમાં ફાંસી પર લટકેલો મળી આવ્યો હતો.HS