રોજેરોજ મરી રહી છું, જીવન હવે ઘણુ ખરાબ થઇ ગયુંઃ રિયા

મુંબઇ, સુશાંત સિંહ રાજપુતના મોત પછી જે વ્યક્તિની ચર્ચા સૌથી વધારે થઇ રહી છે તે અભિનેત્રી રિયા ચક્રવર્તી છે તેણે એક મુલાકાતમાં પોતાની બધી વાતો ખુલીને રાખી છે રિયાએ કહ્યું કે તેની સાથે જે રીતનો વર્તાવ થઇ રહ્યો છે જે રીતે તેને લઇને રોજ વાતો બનાવવામાં આવી રહી છે સુશાંતના બદલે મારે જ સુસાઇટ કરી લેવું જાેઇતું હતું. રિચાએ કહ્યું કે વર્તમાન સ્થિતિ એવી બની ગઇ છે રોજ રોજ મરવા કરતા એ સારૂ રહેશે કે અમને કોઇ લાઇનમાં ઉભા રાખીને ગોળી મારી દે રિયાના મતે તેની માતાની હાલાત ખરાબ થઇ ગઇ છે એક બે દિવસમાં તે હોસ્પિટલમાં દાખલ થવાની છે.
સુશાંત સિંહને લઇ રિયાએ કહ્યું કે હવે હું લોકોને વિનંતી કરૂ છું કે જસ્ટિસ ફોર સુશાંતની વાત કરવામાં આવીરહી છે આજે તેની જરૂર મને છે હવે જસ્ટિસ ફોર રિયાની જરૂર છે તેણે કહ્યું કે મને લાગે છે કે સુશાંત અહીં જ છે તે મને જાેઇ રહ્યો છે કયાંકના કયાંક આ એક જ કારણ છે હું હજુ પણ જિવિત છું રિયાએ કહ્યું કે તે રોજેરોજ મરી રહી છે તેનું જીવન હવે ઘણુ ખરાબ થઇ ગયું છે તેની સામે કોઇ રસ્તો જાેવા મળતો નથી આવા સમયમાં પણ તે જીવિત છે કારણ કે તે જાણવા માંગે છે કે આખેર સુશાંતનું મોત કેવી રીતે થયું તેણે કહ્યું કે તે ૮ તારીખે ઘરેથી નિકળી ગઇ હતી આ પછી આઠથી ૧૩ તારીખ સુધી મીતુ તેની સાથે હતી.HS