કમલા હૈરિસ રાષ્ટ્રપતિ બનવા માટે સક્ષમ નથી: ડોનાલ્ડ ટ્રંપ
ન્યુહૈંપશાયર, અમેરિકામાં ત્રણ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચુંટણી થનાર છે રિપબ્લીકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રંપને એકવાર ફરી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તેમનો મુકાબલો ડેમોક્રેટિક પાર્ટીના જાે બાઇડેનથી થશે. ડેમોક્રેટિક તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળની કમલા હૈરિસ ચુંટણી મેદાનમાં છે ટ્રંપે હૈરિસ પર ટીપ્પણી કરતા કહ્યું કે તે રાષ્ટ્રપતિ બનવા માટે સક્ષમ નથી. ડોનાલ્ડ ટ્રંપે ન્યુ હૈંપશાયરમાં આયોજીત અભિયાન રેલીમાં પોતાના સમર્થકોને સંબોધિત કરતા કહ્યું કે તે અમેરિકામાં એક મહિલા રાષ્ટ્રપતિને જાેવાનું સમર્થન કરશે પરંતુ તેમણે સુચન આપ્યું કે તેમની પુત્રી અને વ્હાઇટ હાઉસની વરિષ્ઠ સલાહકાર ઇવાંકા ટ્રંપ આ રીતની ભૂમિકા માટે સારી ઉમેદવાર હશે.
તેમણે કહ્યું કે તમે જાણો છો કે હું પહેલી મહિલારાષ્ટ્રપિને પણ જાેવા ઇચ્છું છે પરંતુ હું કોઇ મહિલા રાષ્ટ્રપતિને તે સ્થિતિમાં જાેવા ઇચ્છતો નથી જે રીતે તે આમ કરશે અને કમલા હૈરિસ સક્ષમ નથી ટ્રંપનું આમ કહેતા જ કેટલાક લોકોએ ઇવાંકા ટ્રંપના નામના સુત્રોચ્ચાર કર્યા હતાં ત્યારબાદ ટ્રંપે કહ્યું કે આ તે લોકો કહી રહ્યાં છે કે અમે ઇવાકાં જાેઇએ હું તમને જવાબદાર ઠેરવી રહ્યો નથી. એ યાદ કે ૫૫ વર્ષીય કમલા હૈરિસ ગત વર્ષ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની રેસમાં હતાં પરંતુ જનતાની વચ્ચે સમર્થનની કામના કારણે તે આ રસની બહાર થઇ ગયા હતાં ત્યારબાદ તે ચર્ચામાં ત્યારે આવ્યા જયારે જો બાઇડેને ઉપરાષ્ટ્રપતિ પદની દાવેરી માટે તેમનું સમર્થન કર્યું હૈરિસના પિતા જમૈકન અને માતા ભારતીય મૂળની છે તે પહેલી ભારતીય અમેરિકી અને અશ્વેત મહિલા છે જે આ પદની ઉમેદવારી માટે પસંદ થઇ છે.HS