સાંબા સેકટરમાં આંતરરાષ્ટ્રીય સીમા પર સુરંગ મળી આવી
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના સાંબા સેકટરમાં આંતરરાષ્ટ્રીય સીમા ક્ષેત્રની નજીક એક સુરંગ મળી છે આ સુરંગ ભારતીય સુરક્ષા દળોને શુક્રવારે મળી હતી સુરંગને લઇ જમ્મુમાં બીએસએફના આઇજી એન એસ જમ્વાલે કહ્યું કે શુક્રવારે ટીમને આ સુરંગ મળી આવી છે તેમણે કહ્યું કે આ ૧૫૦ ગજ ઝીરો લૈંડથી ભારતની તરફ ખોદવામાં આવી છે. તેમણે કહ્યું કે તેનું એગ્ઝિટ પોઇન્ટ પણ ભારત તરફ છે અને ત્યાં રેતથી ભરેલ બોરી મળી છે જેના પર પાકિસ્તાનની માર્કિગ છે જમ્વાલે કહ્યું કે રેત ભરેલી બોરીની સ્થિતિ જાેતા લાગે છે કે આ ટર્નલ નવી છે સીમા વિસ્તારમાં આટલી મોટી સુરંગ પાકિસ્તાન રેંજર્સ અને બીજી એજન્સીના અપ્રુવલ વિના બની શકતી નથી તેમણે કહ્યું કે આટલી મોટી સુરંગ ખોદવામાં જરૂર પાકિસ્તાન એસ્ટાબ્લિશમેંટનો હાથ છે કહેવાય છે કે આ સુરંગ ૨૦ ફુંટ લાંબી છે અને ૩-૪ ફીટ પહોળી છે.અહીથી મળી આવેલ રેતીના થેલામાં પર કરાંચી અને શકરગઢ લખેલ છે અને પાકિસ્તાની નબર પણ લખેલા છે.HS