Western Times News

Gujarati News

અરવલ્લીમાં ૧૬ દિવસ પછી મેઘરાજાની પધરામણી – પાણી ભરાયા

      અષાઢ માસ અડધો પૂરો થવા છતાં અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વરસાદ ક્યાંય એંધાણ ન વર્તાતા લોકો વરુણ દેવને રીઝવવા ઠેર ઠેર ઢૂંઢિયા બાપજી તથા યજ્ઞ-હવન કરી પૂજા અર્ચના કરી રહ્યા છે રવિવારે વહેલી સવારથી જ બફારો વધુ રહેતા લોકો ઉકળાઈ ઉઠ્યા હતા સાંજના આકાશે વાદળો ઘેરાયા પછી રાત્રીએ વરસાદ ન વરસતા પ્રજાજનો અને ખેડૂતો ચિંતિત બન્યા હતા ત્યારે સોમવારે વહેલી સવારે કડાકા-ભડાકા સાથે વીજળીના ચમકારા વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા જીલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો હતો વરસાદ વરસવા છતાં બફારો-ઉકળાટ યથાવત રહેતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

      અરવલ્લી જીલ્લામાં સોમવારે વહેલી પરોઢે ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અરવલ્લી જિલ્લા માં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો જેમાં બાયડ તાલુકામાં ૬૫ મીમી, માલપુરમાં ૬૪મીમી,ધનસુરા પંથકમાં ૫૮ મીમી, મોડાસા-મેઘરજ તાલુકામાં ૧૭ મીમી અને ભિલોડા તાલુકામાં ૫ મીમી વરસાદ ખાબક્યો હતો વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા ત્યારે સાર્વત્રિક વરસાદથી ખેતીને જીવતદાન મળતા જગતનો તાત મલકાયો હતો

     મોડાસા શહેરમાં વહેલી સવારે મેઘરાજાની પધરામણી થતા નીચાણવાળા વિસ્તરોમાં પાણી ભરાયા.   હતા મોડાસાના હંગામી બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાયા

હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.