Western Times News

Gujarati News

જામનગરમાં સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાઇ ગયા,

લોકોની ઘરવખરીનો સામાન પાણીમાં પલળી જતા ભારે હાલાકી- ૧૦ ઇંચ વરસાદ પડતા લોકોની કફોડી હાલત
જામનગર, રવિવારે જામનગર શહેરનેના વરસાદે ધોઇ નાખ્યો હતો. જામનગર શહેરની વાત કરવામાં આવે તો અહીં ૧૦ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ૨૪ કલાકમાં ૧૦ ઇંચ જેટલો વરસાદ પડી જતાં લોકોની હાલત કફોડી બની હતી. શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. જામનગરના લીમડાલાઇન વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.

જોકે, આટલો વરસાદ પડવા છતાં અહીં તંત્ર પહોંચ્યું ન હતું. એટલું જ નહીં સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાયા છે. જામનગરના સાંસદના બંગલાની આસપાસ પણ ગોઠણસમા પાણી ભરાયા હતા. અહીં જોવા મળ્યું કે લોકોની ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે. એક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે અમે જમ્યા પણ નથી. અહીં હાલત ખૂબ ખરાબ છે.

ગઈકાલ રાતથી વરસાદ ચાલુ છે. વરસાદના લીધે ગોઠણડૂબ પાણી હતું. જોકે, આ લોકોની મદદ માટે તંત્ર પહોંચ્યું નથી. અનેક વિસ્તારોમાં છાતીસમા પાણી ભરાયા હતા. લોકો એવી માંગણી કરી રહ્યા હતા કે તંત્ર તેમની મદદ કરે. લીમડાલાઇન વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી જોવા મળ્યા હતા. લોકોએ પોતાના ઘરોનો માલસમાન ટેબલ પર મૂકી દીધો હતો.

એક મહિલાએ જણાવ્યું હતું કે, પાણી નહીં ઉતરે તો ખૂબ મુશ્કેલી પડશે. તંત્ર સહાય માટે આવ્યું નથી. રસ્તામાં ગળા સુધી પાણી હોવાથી તંત્ર ડરીને નથી આવી રહ્યું. કાલ રાતથી લાઇટ નથી. અહીં આવેલું મુખ્ય ટ્રાન્સફોર્મર પાણીમાં ડૂબી ગયું છે. રવિવારે સાંજે પાંચ વાગ્યાથી પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જામનગરમાં ભારે વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.