પત્ર લખવાનું કૃત્ય કરનારાઓ સામે કાર્યવાહી કરાશે તો કોંગ્રેસ તુટી શકે છે
નવીદિલ્હી, સ્વતંત્રતા બાદ કોંગ્રેસ આજે પ્રથમવાર સૌથી નબળી સ્થિતિમાં છે કોંગ્રેસ પક્ષ સતત બીજીવાર સત્તાથી દુર છે અને પ્રથમવાર કોંગ્રેસ પક્ષ પાસે એક કાયમી અને સ્થાયી અધ્યક્ષ નથી તાજેતરમાં યોજાયેલ કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક પૂર્વે કેટલાક વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો જે પક્ષ માટે વધુ મુશ્કેલી સમાન બની ગયો છે. કારોબારી સમિતિમાં સોનિયા ગાંધીને ભલે કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવ્યા હોય પરંતુ કોંગ્રેસમાં અસંતોષનો ચરૂ હજુ ઉકળી રહ્યો છે.હવે સવાલ એ ઉભો થયો છે કે શું કોંગ્રેસ ફરી એકવાર તુટશે કોંગ્રેસનું ફરી એકવાર વિભાજન થશે કોંગ્રેસમાં વિભાજનનો ઇતિહાસ એટલો લાંબો છે કે કોંગ્રેસમાંથી નીકળીને બહાર આવનારા નેતાઓની રાજકીય સફર પણ એટલી જ ટુંકી છે.
કોંગ્રેસના જે ૨૩ નેતાઓએ પક્ષના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે તેમાં તેમણે પક્ષ સંગઠન સંગઠનની કામગીરકી વિચારધારાને લઇને મહત્વના સવાલ ઉઠઆવ્યા છે. સામાન્યત ભારતના રાજકીય પક્ષોમાં આ પ્રકારનો પત્ર લખવાની પરંપરા નથી આ પ્રકારનો પત્ર લખવાનું કૃત્ય પક્ષની શિસ્તનું ઉલ્લંધન માનવામાં આવે છે અને ગંભીર કાર્યવાહી થવાની પણ દહેશત છે. કોંગ્રેસી નેતાઓએ જે પત્ર લખ્યો તેને એક પ્રકારની બગાવત જ માનવામાં આવે છે જાે કે આવું માનવુ ંજાેઇએ નહીં પક્ષની અંદર શું રાજનીતિ ચાલી રહી છે અને પત્ર લખનારા નેતાનો હેતુ શું છે તે એક આંતરિક બાબત છે.ભલે સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ તરીકે ચાલુ રહ્યાં પરંતુ હજુ નેતૃત્વનો વિવાદ શમ્યો નથી સમિતિની બેઠકમાં જે તોફાન થયું હતું તે હજુ શાંત થયું નથી પત્ર લખનારા નેતા હજુ ચુપ બેઠા છે. પરંતુ પત્ર લખનારાઓની બેઠક યોજાઇ હતી જેમાં નવી રણનીતિ ઘડી કાઢવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
કોંગ્રેસ રાહુલને સોનિયાની માળા જપે છે પણ તેમનો હવે કોઇ પ્રભાવ રહ્યો નથી રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ ૨૦૧૯ની ચુંટણી લડીને સાવ ૫૦ બેઠક પર આવીને અટકી ગઇ કોંગ્રેસ ૨૦૧૪ની લોકસભા ચુંટણી સોનિયા ગાંધીના નેતૃત્વમાં લડી એ વખતે કોંગ્રેસને સાવ ૪૪ બેઠકો મળી હતી આટલી બેઠકો તો સ્થાનિક પક્ષો લઇ જાય છે. કોંગ્રેસના ઇતિહાસમાં આટલી ઓછી બેઠકો કોઇ વખત નથી મળી આ રીતે વિચારીએ તો સોનિયાનો પ્રભાવ પણ કંઇ ના કહેવાયને છતાં કોંગ્રેસના કેટલાક નેતાઓ તેમને આજીજી કર્યા કરે છે એ વાત જ આઘાતજનક લાગે છે આમ જાે કોંગ્રેસ પક્ષમાં આંતરિક લોકશાહી પ્રસ્થાપિત કરવા કાર્યવાહી કરવામાં આવશે નહીં તો પક્ષની સ્થિતિ વધુ કમજાેર બનશે અને ભંગાણ પડે તો નવાઇ નહીં.HS