Western Times News

Gujarati News

રામ મંદિરના નકશાને મંજૂરી: જલ્દી શરૂ થશે પાયા ખોદવાનુ કામ

લખનૌ, અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ રામ મંદિરના બંને નકશા પાસ કરી દીધા છે.આમ હવે રામ મંદિરનુ કામ બહુ જલદી શરુ થઈ જશે. તાજેતરમાં જ પીએમ મોદીના હસ્તે રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.એ પછી હવે રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રે મંદિરના બાંધકામ માટે બે નકશા મંજૂર કરવા અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી સમક્ષ મુક્યા હતા.જે બોર્ડ મિટિંગમાં સર્વ સંમતિથી પાસ થઈ ગયા છે.

સત્તાધીશોએ જાણકારી આપતા કહ્યુ હતુ કે, એક નકશાનો લે આઉટ 2.47 લાખ ચોરસ મીટર હતો અને બીજો નકશો મંદિરના બાંધકામનો હતો.જે 12789 સ્કવેર મીટરનો હતો.બોર્ડના 14 સભ્યો નકશા મંજુર કરવા માટેની બેઠકમાં સામેલ થયા હતા.બંને નકશા સામે એક પણ સભ્યે વાંધો ઉઠાવ્યો નહોતો.મંદિરના બાંધકામ પર લાગનારા ટેક્સની ગણતરી કરવામાં આવી રહી છે.આ રકમ જમા થયા બાદ નકશા ટ્રસ્ટને સોંપી દેવામાં આવશે. બીજી તરફ મંદિર ટ્રસ્ટનુ કહેવુ છે કે, બહુ જલ્દી પાયાનુ ખોદકામ શુ કરાશે.મંદિરની પાંચ એકર જગ્યાને અડીને આવેલા જર્જરિત મંદિરની સાફ સફાઈ ચાલી રહી છે.મશીનો મંદિર પરિસરમાં પહોંચી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.