ઉત્તરપ્રદેશના રાજા બાળહઠ કરી રહ્યાં છે: ડો.કફીલ
લખનૌ, અલ્હાબાદ હાઇકોર્ટના આદેશના લગભગ ૧૨ કલાક બાદ ડો.કફીલ ખાનને અંતે મથુરા જેલથી મંગળવારે રાત્રે મુકત કરવામાં આવ્યા છે.ડો કફીલ ખાનના વકીલ ઇરફાન ગાજીએ જણાવ્યું હતું કે મથુરા જેલ પ્રશાસને રાત્રે લગભગ ૧૧ વાગે તેમને એ સુચના આપી કે કફીલ ખાનને મુકત કરાવામાં આવી રહ્યાં છે. અને રાત્રે ૧૨ વાગે તેમને મુકત કરવામાં આવ્યા હતાં જેલમુકત બાદ ડો કફીલે વાતચીતમાં કોર્ટ તરફ આભાર વ્યકત કર્યો સાથોસાથ કહ્યું કે તેઓએ તમામ શુભચિંતકોના પણ હંમેશા આભારી રહેશે જેઓએ તેમની મુક્તિ માટે અવાજ ઉઠાવ્યો.
તેમણે કહ્યું કે પ્રશાસન તેમને હજુ પણ મુકત કરવા તૈયાર ન હતું પરંતુ લોકોની દુઆના કારણે જ તેઓ છુટયા છે પરંતુ આશંકા છે કે સરકાર તેમને ફરી કોઇ મામલામાં ફસાવી શકે છે કફીલે કહ્યું કે હવે તેઓ બિહાર અને આસામના પુરગ્રસ્ત વિસ્તારોમાં જઇને પીડિત લોકોની મદદ કરવા માંગશે. તેઓએ કહ્યું કે રામાયણમાં મહર્ષિ વાલ્મિકીએ કહ્યું હતું કે રાજાને રાજધર્મ નિભાવવો જાેઇએ પરંતુ ઉત્તરપ્રદેશમાં રાજા રાજ ધર્મ નથી નિભાવી રહ્યાં પરંતુ તેઓ બાળહઠ કરી રહ્યાં છે ડો કફીલ ખાન વધુમાં કહ્યું કે ગોરખપુર કોલેજમાં થયેલા ઓકિસજનકાંડ બાદથી જ સરકાર તેમની પાછળ પડી છે અને તેમના પરિવારને પણ ઘણુ સહન કરવું પડયું છે. એ યાદ રહે કે સીએએ અને એનઆરસીને લઇને ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપમાં જેલમાં કેદ કફીલ ખાનને અલ્હાબાદ હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે.HS