પાકના સંધર્ષવિરામ ભંગના કારણે જેસીઓ શહીદ
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર આતંકવાદીઓને ભારતીય સીમામાં ધુસાડવાની ઇચ્છા સાથે પાકિસ્તાન અવારનવાર સંધર્ષ વિરામનો ભંગ કરે છે આજે પણ રાજાૈરીના કેરી સેકટરમાં પાકિસ્તાને નાપાક હરકત કરી છે.ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી પરંતુ આ દરમિયાન સેનાનો એક જુનિયર કમીશંડ ઓફિસર (જેસીએ) શહીદ થયો છે.
આ પહેલા એક ઓગષ્ટે પણ પુંછ જીલ્લામાં પાકિસ્તાનના યુધ્ધવિરામના ભંગમાં એક ભારતીય જવાનનો જીવ ગયો હતો પાકિસ્તાની સૈનિકોએ પુંછ જીલ્લાના મેઢર સબ ડિવીજનના બાલાકોટ સેકટરમાં સંધર્ષ વિરામનો ભંગ કર્યો હતો.
આ પહેલા પણ પાકિસ્તાન આતંકીઓને ભારતની સરહદમાં ધુસવા માટે યુધ્ધવિરામનો ભંગ કરતુ રહ્યું છે ભારતીય જવાનો પણ તેનો વળતો જવાબ આપી રહ્યાં છે અને ધુષણખોરીના અનેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.HS