Western Times News

Gujarati News

દેશ મોદીની બનાવેલ આપદાઓમાં ફસાયેલો છે: રાહુલ ગાંધી

જીડીપીમાં પહેલી તિમાસીક ધટાડો આશાની અનુરૂપ છે,એપ્રિલથી જુનવાળા ત્રિમાસીકમાં સમગ્ર દેશ લોકડાઉનમાં રહ્યું હતું: સ્વામી

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટ્‌વીટ દ્વારા હુમલો કર્યો છે. ગત કેટલાક દિવસોથી રાહુલ સતત વડાપ્રધાનને નિશાન બનાવી રહ્યાં છે રાહુલે આજે દેશમાં કોરોનાના વધતા મામલા,ઘટતા જીડીપી અને ચીનની ધૂષણખોરીના મુદ્દા પર ટ્‌વીટ કરી વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે. રાહુલે આજે ટ્‌વીટ કરી કહ્યું છે કે ભારત મોદીની બનાવેલ આપદાઓની વચ્ચે ફસાયું છે જેમાં જીડીપીમાં -૨૩.૯ ટકાની એતિહાસિક ઘટાડો,૪૫ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી,૧૨ કરોડ લોકોની નોકરીઓ ગુમાવવી,કેન્દ્ર સરકાર રાજયોને તેમના બાકી જીએસટીનું વળતર નહીં કરી રહી નથી કોરોનાના દરરોજ સૌથી વધુ મામલા અને મોત અને સીમાઓ પર બહારી ધુષણખોરીનો સમાવેશ થાય છે.

એ યાદ રહે કે કેન્દ્ર સરકારે સોમવારે જીડીપીનો ડેટા જારી કર્યો હતો. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના એપ્રિલ-જુથ ત્રિમાસીકમાં ૨૩.૯ ટકાનો ભારે ઘટાડો આવ્યો છે ૪૦ વર્ષ બાદ જીડીપીમાં આવો ઘટાડો જાેવા મળ્યો છે જાે કે આંકડા પર મુખ્ય આર્થિક સલાહકાર કે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે જીડીપીમાં પહેલી તિમાસીક ધટાડો આશાની અનુરૂપ છે તેમણે કહ્યું કે એપ્રિલથી જુનવાળા ત્રિમાસીકમાં સમગ્ર દેશ લોકડાઉનમાં રહ્યું હતું અને તે દરમિયાન મોટાભાગની આર્થિક ગતિવિધોઓ પ્રતિબંધીત રહી આથી જીડીપીમાં ઘટાડાનું આ રૂઝાન આશાની અનુરૂપ જ છે.

દરમિયાન પાર્ટીના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્‌વીટ કર્યું સામાન્ય વ્યક્તિ કદાચ જીડીપીના નાણાંકીય પ્રભાવ તો જાણતો નથી પરંતુ આ જરૂર સમજે છે કે નોટબંધી ખોટી જીએસટી દેશબંધીના ડિજાસ્ટર સ્ટ્રોકને માસ્ટર સ્ટ્રોક બતાવવાનું સફેદ જુઠ્ઠાણુ તેમણે કહ્યું છે છ વર્ષમાં ઘટતી અર્થવ્યવસ્થાનો આરોપ ભગવાન પર લગાવવાનો અપરાધ છે આ અંધેરને સામાન્ય વ્યક્તિની કમર તુટવાનું કહે છે.

એ યાદ રહે કે આ પહેલા કોંગ્રેસ નેતાએ ૩૦ ઓગષ્ટે એક વીડિયો રિલીજ કરી કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા ૪૦ વર્ષોમાં પહેલીવાર ભારે મંદીમાં છે અસત્યાગ્રહી તેનો દોષ ભગવાનને આપી રહ્યાં છે અનૌપચારિક અર્થવ્યવસ્થા અર્થવ્યવસ્થા પર નોટબંધી ખોટી જીએસટી અને લોકડાઉન હુમલાના ત્રણ મોટા ઉદાહરણ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.