ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો સામે કાયદાને કડક બનાવાયો
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની સ્પષ્ટતા-વ્યાજના હપ્તાની વસુલાત સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપનારાઓ સામે કડક પગલાની જાેગવાઈ કરાશે
અમદાવાદ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ નિર્ધાર સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ચાલતી અમારી સરકારે નાગરિકોને સુખાકારી સાથે સગવડો આપી છે. રાજ્યમાં પ્રવર્તિ રહેલ શાંતિના પરિણામે જ આખી દુનિયાની નજર ગુજરાત પર છે ત્યારે રાજ્યમાં ગેરકાયદેસર ગુનહિત કૃત્યો કરનાર વ્યક્તિઓને છુટોદોર ન મળે તે માટે રાજ્ય સરકારે પાસાનો કાયદો અમલી બનાવ્યો છે.
મંત્રી જાડેજાએ કહ્યું કે તત્કાલીન મુખ્ય મંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટીવત નેતૃત્વ અને ર્દિઘપૂર્ણ આયોજનના પરીણામે રાજ્યમાં આજે કોઇપણ અસામાજીક તત્વોને ગુનો કરવો હોય તો સો વાર વિચાર કરે છે. આ તત્વોને નેસ્ત નાબુદ કરવા માટે પાસાના કાયદામાં સુધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વટ હુકમ બહાર પાડવાનો ર્નિણય કર્યો છે. મંત્રીએ કહ્યું કે પાસા કાયદા હેઠળ ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની જોગવાઇ પ્રવર્તમાન કાયદામાં છે.
પ્રવર્તમાન પાસાના કાયાદામાં જે જોગવાઇઓ છે તેમાં આઇપીસી, તથા આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ આચરનાર વ્યક્તિ, ભયજનક હોય તેવો વ્યક્તિ, ખાનગી અને સરકારી મિલકત પચાવી પાડે તેવો પ્રોપટીગ્રેબર વ્યક્તિ, કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલ હોય તેવો ડ્રગ ઓફેન્ડર વ્યક્તિ, દેહવિક્રયમાં જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગુનેગાર, દારૂનો ગેરકાયદેસર ધંધો કરનાર બુટલેગર જેવા વ્યક્તિઓને વિરુધ્દ્ધ પાસા કાયદાની જોગવાઇઓનો ઉપયોગ કરીને અટકાયતમાં લઇ શકાય છે. પરંતુ પાસાની જોગવાઇઓના વ્યાપને વિસ્તારીને, પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજીને લગતા તથા જાતીય સતામણી જેવા ગુનાઓનું પ્રમાણ આજે જ્યારે વધી રહ્યું છે,
ત્યારે આવા ગુનાઓને ડામવા માટે આ સુધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વનો ર્નિણય કર્યો છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે ‘જુગારનો અડ્ડો ચલાવનાર વ્યક્તિને પાસા એક્ટ હેઠળ આવરી લેવાયા છે. જે અનુસાર ગુજરાત જુગાર અધિનિયમ, ૧૮૮૭ની કલમ-૪ હેઠળ શિક્ષાપાત્ર ગુનામાં દોષિત ઠરી હોય અને એવી રીતે દોષિત તારીખથી ત્રણ વર્ષની અંદર પોતે અથવા ટોળીના સભ્ય કે સરદાર તરીકે ગુનો વારંવાર કરે અથવા કરવાની કોશીશ કરે અથવા તે કરવામાં મદદગારી કરે તેવી વ્યક્તિ સામે પગલા લેવામાં આવતા હતા.
આ સુધારાના કારણે હવે ‘જાહેર જુગારના અડ્ડાનો હવાલો ધરાવનાર વ્યક્તિને વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે જે અનુસાર ગુજરાત જુગાર અધિનિયમ, ૧૮૮૭ની કલમ-૪ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા કરવાનો પ્રયાસ કરે અથવા કરવામાં મદદગારી કરે તેવી વ્યક્તિ ગુનેગાર ગણાશે. જાડેજાએ ઉમેર્યું કે ટેકનોલોજીના માધ્યમ દ્વારા જે સાયબર ગુનોઓ બને છે. તે અંતર્ગત આઇટી અધિનિયમ, ૨૦૦૦ અંતર્ગત કોઇ પણ વ્યક્તિ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિને આ વ્યાખ્યામાં આવરી લેવામાં આવેલ છે.
આ ઉપરાંત આ કાયદામાં જે નવી જોગવાઇઓ ઉમેરાઇ છે તેમાં નાણા ધીરધાર સંબંધી ગુનો કરનારને વ્યાખ્યાઇત કરવામાં આવ્યા છે. જે અનુસાર ગુજરાત નાણાની ધીરનાર કરનારાઓ બાબતનો અધિનિયમના પ્રકરણ–૯ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરનાર, ગુનાનો પ્રયત્ન કરનાર, તેમાં મદદગારી કરનાર, લોન અથવા તેના વ્યાજ અથવા તેના હપ્તા વસૂલવા અથવા લોનના વ્યવહાર સાથે સંકળાયેલ સ્થાવર કે જંગમ મિલ્કતનો કબજો લેવા વિ,. હેતુથી શારીરિક હિંસાનો ઉપયોગ કરવો, કે તે માટે ધમકી આપવી, અથવા આવી વ્યક્તિ વતી કોઇ વ્યક્તિ પાસે કામ કરાવવાની બાબતનો સમાવેશ કરાયેલ છે.
મંત્રીએ ઉમેર્યું કે રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષીત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વિસ્તારવામાં આવી છે. ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની વિવિધ કલમો તેમજ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગીરી કરે તેવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. SSS