વર્ષો પુરાણી જોખમી બનેલ ભરૂચના મક્તમપુરની પાણીની ટાંકી ઉતારી લેવાઈ
ટેકનીકલી સજ્જ થઈ સુરક્ષિત રીતે ટાંકી ઉતારી લેવાતા રહીશો ને રાહત.
(વિરલ રાણા, ભરૂચ) ભરૂચ ના મક્તમપુર ફિલ્ટરેશન પ્લાન્ટ ની જર્જરિત થઈ ગયેલી પાણી ની ટાંકી ઉતારી લેવામાં આવી. ભરૂચ ના મક્તમપુર પાસે આવેલ ભરૂચ નગર પાલિકા ના ફિલ્ટરેશન પ્લાન્ટ ની પાણી ની ટાંકીના દાદરનો કેટલોક ભાગ તૂટી પડવા સાથે જોખમી બની જતા આસપાસ ના રહીશો માં ભય પ્રસરી જવા પામ્યો હતો.આ અંગે આસપાસ ની સોસાયટી ના લોકો દ્વારા પાલિકા માં રજૂઆત કરી તે ઉતારી લેવા માટે ની માંગણી પણ કરવામાં આવી હતી.જર્જરિત અને જોખમી બનેલ પાણી ની ટાંકી ને ઉતારી લેવાનો નિર્ણય પાલિકા દ્વારા કરવામાં આવ્યા બાદ તે માટે ની ટેન્ડર પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી.
આ બાદ બે દિવસ થી આ જોખમી પાણી ની ટાંકી ઉતારી લેવાની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા હાથ ધરવામાં આવી હતી અને સુરક્ષિત રીતે ટેક્નિકલી સજ્જ થઈ આખીયે ટાંકી ને ધરાશય કરી દેવામાં આવી હતી.
જોખમી બનેલ પાણી ની ટાંકી સુરક્ષિત રીતે પાલિકા દ્વારા ઉતારી લેવાની કામગીરી હાથ ધરાતા આસપાસની સોસાયટી ના રહીશો એ રાહત નો શ્વાસ લીધો હતો.