Western Times News

Gujarati News

યુએનમાં પાકિસ્તાનનો બે ભારતીયોને આતંકવાદી સાબિત કરવાનો પ્રયાસ નિષ્ફળ

ન્યુયોર્ક, પાકિસ્તાનનું ભારત વિરૂધ્ધ એક ષડયંત્ર નિષ્ફળ થઇ ગયું છે પાકિસ્તાન સંયુકત રાષ્ટ્રની ૧૨૬૭ કમિટી હેઠળ બે ભારતીયોના નામ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ની આંતરરાષ્ટ્રીય આતંકીઓની યાદીમાં સામેલ કરાવવામાં નિષ્ફળ થઇ ગયું છે. સંયુકત રાષ્ટ્રમાં યુનાઇટેડ કિંગડમ, અમેરિકા ફ્રાન્સ જર્મની અને બેલ્જિયમે પાકિસ્તાનના દાવાને નકાર્યો અને કહ્યું કે પાકિસ્તાનની પાસે આ ભારતીયોને આતંકવાદી જાહેર કરવાનો કોઇ પુરાવો નથી.

પાકિસ્તાન બે ભારતીય નાગરિકો ગોબિંદા પટનાયક અને અંગારા અપ્પાજીના નામને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદીઓની યાદીમાં સામેલ કરાવવા ઇચ્છતું હતું સંયુકત રાષ્ટ્રના સભ્યોએ પાકિસ્તાનને આ બંન્ને ભારતીયો વિરૂધ્ધ પુરાવા જમા કરાવવાનો સમય પણ આપ્યો પરંતુ પાક નિષ્ફળ રહ્યું છે પાકિસ્તાન દ્વારા પુરાવા એકત્રિત કરવા સુધી મામલો હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો પરંતુ પાકિસ્તાન કોઇ પુરાવા આપી શકયુ નથી.

સંયુકત રાષ્ટ્રમાં ભારતના રાજદુતે ટ્‌વીટ કરીને કહ્યું આતંકવાદને ધાર્મિક રંગ આપીને ૧૩૬૭ વિશેષ પ્રક્રિયાનું રાજનીતિકરણ કરવાના પાકિસ્તાનના નાપાક પ્રયત્નોને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે નિષ્ફળ કરી દીધા છે અમે તે બધા પરિષદના સભ્યોનો આભાર વ્યકત કરીએ છીએ જેણે પાકિસ્તાનના આ પ્રયાસોને રોકયો. હકીકતમાં પાછલા વર્ષે મસુદ અઝહરને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના આતંકીના રૂપમાં સામેલ કરવામાં ભારતને સફળતા મળી હતી પાકિસ્તાનની આ હરકતને બદલાની ભાવનાથી કરવામાં આવેલી કાર્યવાહીના રૂપમાં જાેવામાં આવી રહી છે સંયુકત રાષ્ટ્ર દ્વારા જાહેર આતંકવાદી મસુદ અઝહર પાકિસ્તાનની જમીનથી સંચાલિત થનાર આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો ચીફ છે તે ભારતમાં પુલવામાં સહિત ઘણા હુમલા કરાવવાનો જવાબદાર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.