રશિયાના સૈન્ય અધિકારીએ હાથ લંબાવ્યો તો રાજનાથસિંહે નમસ્તે કર્યું
મોસ્કો, દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે શારીરિક અંતરનું મહત્વ સૌથી વધુ થઇ ગયું છે.ભારતમાં એકબીજાનું સન્માન અને મુલાકાત અને કોઇ પ્રત્યે સમ્માન વ્યકત કરવા માટે સદીઓથી નમસ્કાર કે નમસ્તેનો ઉપયોગ કરવામાં આવે છે હવે કોરોના કાળમાં દુનિયાના અનેક દેશ તેનું મહત્વ સમજવા લાગ્યા છે આ દરમિયાન એક વાર ફરી ભારતનું નમસ્તે ચર્ચામાં આવ્યું છે. હકીકતમાં દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહ હાલમાં રશિયાના ત્રણ દિવસના પ્રવાસ પર છે તે શંધાઇ સહયોગ સંગઠનની બેઠકમાં સામેલ થવા માટે પહોંચ્યા છે રાજનાથસિંહ બુધવારે મોસ્કો પહોંચ્યા હતાં આ દરમિયાન તેમની એક વીડિયો સામે આવી જેમાં તે રશિયાના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીના હાથ લંબાવતા હાથ મિલાવ્યો નહીં પરંતુ નમસ્તે કરતા જાેવા મળ્યા હતાં.
આ પ્રવાસ દરમિયાન એક વીડિયો રક્ષા મંત્રાલયે ટિ્વટર એકાઉન્ટથી શેર કરી છે જેમાં તે રશિયાના અધિકારીઓથી હાથ મિલાવવાની જગ્યાએ હાથ જાેડીને પારંપરિક રીતે નમસ્તે કરતા નજરે પડી રહ્યાં છે આ વીડિયોમાં રક્ષા મંત્રી રાજનાથસિંહે માસ્ક પહેરી રાખ્યું હતું મોસ્કો પહોંચવા પર તેમનું સ્વાગત કર્યા બાદ રશિયા આર્મીના વરિષ્ઠ અધિકારીએ તેમને સૈલ્યુટ કરી હાથ મિલાવવા માટે પોતાનો હાથ લંબાવ્યો હતો ત્યારે રાજનાથસિંહે પોતાના હાથ જાેડયા અને તેમને પારંપરિક રીતે નમસ્તે કર્યું રક્ષા મંત્રીએ આગળ દરેક અધિકારીનું આ રીતે જ અભિવાદન કર્યું હતું. દુનિયાભરમાં કોરોના મહામારી બાદ હવે નમસ્તેને અપનાવવા માટે અનેક દેશ આગળ આવ્યા છે તમામે ભારતીય પરંપરાનું પાલન કરતા નમસ્તેને અપનાવ્યું છે તમામ શોધ બતાવે છે કે નમસ્તેની મુદ્રાથી અનેક બીમારીઓ પર અંકુશ લગાવવામાં મદદ મળે છે.હાલમાં કોરોનાની મહામારી દુનિયાભરમાં ફેલાઇ છે.HS