આ પાર્લામેન્ટ છે ગુજરાતનું જિમખાનું નથી: ઓબ્રાયન
નવી દિલ્હી, સંસદ સત્ર શરૂ થવામાં હજી થોડાં દિવસો બાકી છે. કોરોના સંકટના કારણે આ વખતે ઘણો સંસદની કાર્યવાહીમાં ખાસ્સો ફેરફાર કરાયો છે. સરકારે પ્રશ્ન કાળને હટાવી દીધો હતો પણ વિપક્ષના ભારે વિરોધ પછી પ્રશ્નકાળ તેમાં સામેલ કરાયો છે. જોકે, લેખિતમાં જ સવાલ કરાશે તેવો આદેશ જારી કરીને સરકારે વધુ વિવાદ ફેલાવ્યો છે. આદેશ પ્રમાણે હવે સંસદમાં મોનસૂન સત્ર દરમિયાન લેખિતમાં સવાલ પુછી શકાશે. જેનો જવાબ લેખિતમાં જ મળશે. જો કે વિપક્ષ હજુ પણ આ ર્નિણયથી સંતુષ્ટ નથી.
સરકારના આ ર્નિણય પર ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયને નિશાન સાધ્યું હતું. તેમણે ટિ્વટર લખ્યું કે, તમે પ્રશ્નકાળને મંજૂરી નથી આપી જ્યાં મંત્રીઓને સાંસદોના જવાબ આપવાના હોય છે. પરંતુ હવે તમે લેખિત સવાલ-જવાબ પર માની ગયા. ટુકડાઓ ફેંકવાનું બંધ કરો, આ સંસદ છે ગુજરાતનું જીમખાનું નથી. કોરોના સંકટ વચ્ચે આ વખતે સંસદનું સત્ર ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થશે અને તે કોઈ પણ અવકાશ વગર ૧લી ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન બંન્ને ગૃહો અલગ-અલગ શિફ્ટમાં ચાલશે. જેથી નિયમોનું પાલન થઈ શકે. પરંતુ પ્રશ્નકાળ અને શૂન્યરાળ નિરસ્ત કરવાના કારણે વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યું છે.SSS