રિતેશ દેશમુખે લખીમપુર ખીરીની બાળકીની હત્યાનો વિરોધ કર્યો
મુંબઇ, ઉત્તરપ્રદેશના લખીમપુર જીલ્લામાં ત્રણ વર્ષની બાળકીનું શબ શેરડીના ખેતરમાં મળ્યુ હતું. પોલીસે કહ્યું હતું કે બાળકીની સાથે રેપ કર્યા બાદ તેનું ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી છે. લખીમપુર ખીરી જીલ્લામાં ૨૦ દિવસની અંદર આ ત્રીજી આવી ઘટના છે. આ ઘટનાને લઇ બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખે વિરોધ વ્યકત કર્યો છે તેમણે ટ્વીટ કરી કહ્યું કે મારૂ શરમથી માથુ ઝુકી ગયું છે આ સાથે જ અભિનેતાએ કહ્યું કે આપણે એવો સમાજ તૈયાર કરવો જાેઇએ જયાં બાળકા સુરક્ષિત હોય રિતેશ દેશમુખના આ ટ્વીટને લઇ ખુબ એવી કોમેન્ટ આવીરહી છે. દેશમુખે કહ્યું કે આ ઘટનાથી મારૂ માથુ ઝુકી ગયું છે. આ અમારૂ કર્તવ્ય છે કે આવો સમાજ બનાવવો જાેઇએ જયાં બાળકો સુરક્ષિત હોય આ જધન્ય અપરાધના આરોપીઓને સજા મળવી જોઇએ આ બર્બર લોકો સજાના હકદાર છે એ યાદ રિતેશ દેશમુખ ઉપરાંત આ મામલાને લઇ તાપસી પન્નનુએ પણ ટ્વીટ કર્યું છે.HS