૪૪ વર્ષમાં ઓગષ્ટમાં સૌથી વધારે વરસાદ નોંધાયો: હવામાન વિભાગ
નવીદિલ્હી, ભારતના અનેક ભાગોમાં ચોમાસાની સીઝન ધીમે ધીમે ખતમ થઇ રહી છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ કહ્યું છે કે દેશભરમાં વરસાદ હવે ઓછો થયો છે. આઇએમડીના અધિકારીએ કહ્યું કે આ ચોમાસાની સીઝનમાં ઓગષ્ટમાં ૪૪ વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે પરંતુ હવે સમગ્ર દેશમાં વરસાદ ઓછો થઇ રહ્યો છે.
સપ્ટેમ્બરના પહેલા ત્રણ દિવસોમાં ૨૭.૫ ટકા ઓછો વરસાદ થયો હતો વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ અને પ્રાયદ્રીપીય ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની નાની ઘટનાઓ બાદ પણ હવામાનની સ્થિતિ ખુબ હદ સુધી શુષ્ક રહેવાની સંભાવના છે.
રાષ્ટ્રીય મૌસમ પૂર્વાનુમાન કેન્દ્ર,આઇએમડીના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામનીએ કહ્યું કે આવનારા એક સપ્તાહ સુધી વરસાદની કોઇ સંભાવના નથી ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણી પ્રાયદ્રીપમાં ભારે વર્ષાની કેટલીક નાની ઘટનાઓ બાદ ચોમાસાની સીઝન પુરી થઇ જશે. પ્રાયદ્રીપીય ભારતને છોડી અન્ય તમામ વિસ્તારોમાં સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો થવાની સંભાવના છે પ્રાયદ્રીપીય ભારતમાં સપ્ટેમ્બરના પહેલા ત્રણ દિવસોમાં ૭૧.૫ ટકા વધુ વરસાદ નોંધાયો છે.
આઇએમડીએ જારી કરેલા પોતાના બુલેટિનમાં કહ્યું કે ચોમાસુ ટ્રફનું પશ્ચિમી છેડે (પશ્ચિમી રાજસ્થાનના ગંગાનગરથી બંગાળની ખાડી સુધી) પોતાની સામાન્ય સ્થિતિમાં દક્ષિણમાં છે અને આગામી બે દિવસો સુધી સ્થિતિ આ રીતે બની રહે તેવી સંભાવના છે.પૂર્વ છેડે પોતાની સામાન્ય સ્થિતિમાં ઉત્તરમાં સ્થિતિ છે ચોમાસુ ટ્રફ આવતીકાલ ૫ સપ્ટેમ્બરથી પોતાની સામાન્ય સ્થિતિની સરખામણીએ ઉત્તરમાં સ્થાનાંમતરિત થઇ શકે છે.
મધ્યપ્રદેશના વિદિશામાં ૧૨ સેંટીમીટર (સેમી) વર્ષા નોંધાઇ છે જયારે હિમાચલ પ્રદેશના મંડીમાં ૯ સેમી અને ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આઠ સેમી વર્ષા નોંધાયો છે ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં એક ચક્રવર્તી સર્કુલેશન બનેલ છે. આ સર્કુલેશનનો પ્રભાવ હેઠળ વિજળીના કડાકા સાથે હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ થવાની સંભાવના છે જયારે ઉત્તરાખંડમાં ભારે વરસાદ થઇ શકે છે.HS