Western Times News

Gujarati News

અનાથ બાળકને માતૃત્વનો અહેસાસ કરાવતાં શિક્ષિકા

અમદાવાદની શિક્ષિકાએ ત્યજી દેવાયેલા બાળકને માતૃત્વનો અહેસાસ કરાવી યોગ્ય સ્થળે ઉછેર માટે પહોંચાડ્યું-એક માતાએ માતૃત્વ લજવ્યું, બીજીએ માતૃત્વની લાજ રાખી
અમદાવાદ, અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ભાત ગામમાં ગામની પ્રાથમિક શાળામાં વિરૂબેન સરવૈયા શિક્ષક તરીકે સેવા આપે છે. ઘટના ગત માસમાં બની છે.અમદાવાદ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતી હસ્તકની ભાત પ્રાથમિક શાળામાં વિરૂબેન નિત્યક્રમ પ્રમાણે એક સવારે પહોંચ્યા.તેમને શાળાએ પહોંચાડવાની જવાબદારી તેમના પતિ જયેશભાઈ નિભાવે છે. વિરૂબેનને શાળાએ ઉતારી તેમના પતિ પરત ફરતા હતા.

ત્યારે વેજલપુર નજીક તેમની નજર એક નવજાત શીશુ પર પડી.જયેશભાઈએ તરત જ પોતાનું બાઈક ઉભુ રાખી આસપાસ નજર અને તપાસ કરી.કોઈ દેખાયુ નહી.બહુ અવઢવ પછી તેમણે પોતાની શિક્ષીકા પત્નીને ફોન કર્યો.વિરૂબેનનો માતૃ જીવ હલબલી ગયો. એક નવજાત શીશુ રોડ પર બિનવારસી પડ્યુ હોય તે કલ્પના માત્રથીજ તેમનું હ્રદય કલ્પાંત કરવા લાગ્યુ. તેઓ ગમે તેમ કરી સ્થળ પર તેમના પતિ પાસે પહોંચ્યા.અત્યંત વ્હાલથી નવજાત બાળકને પોતાની ગોદમાં લઈ લીધુ.

કૂદરતે પણ મહિલાઓને અપાર વ્હાલપ આપ્યું છે.વિરૂબેનની ગોદમાં જતા જ જાણે કે બાળકના ચહેરા પર એક સંતોષની લકીર ફરી વળી.આકૃંદ કરતુ બાળક જાણે કે સગી માતાની ગોદ મળી હોય તેં રીતે શાંત થઈ ગયું.વિરૂબેન કહે છે કે, ‘ મેં સ્થળ પર જઈને બાળકને ગોદમાં લઈ તો લીધુ.તેને છોડીને જવાનું મન તો શી રીતે થાય.?

આસપાસ ફરીથી તપાસ કરી કે આવા ફૂલ જેવા બાળકને છોડી જનારના મનમાં કદાચ રામ વસે કે તેનો અંતરાત્મા જાગી જાય અને તેને લેવા આવે તો.? એવી આશાએ હું અને મારા પતિ ક્યાંય સુધી બેસી રહ્યાપ પણ અમારી આશા ઠગારી નીવડી.કોઈ આવ્યું નહી.એટલે અમે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી.જે કંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની હતી તે કરીને બાળકને શ્રેયસ ક્રોસીંગ પાસે શારદા મંદિર રોડ પર આવેલા અનાથ આશ્રમમાં ભારે હૈયે મોકલી આપ્યું…’

એમ તેઓ ઉમેરે છે.આજે પરિસ્થિતી એવી છે કે, કોઈ રોડ પર અકસ્માત થાય કે અન્ય ઘટના બને તો લોકો મોબાઈલ પર શુટીંગ કરીને સોશ્યલ મિડીયા પર અપલોડ કરવામાં આગી જાય છે.પરંતુ ક્યાંક વિરૂબેન જેવા લોકો પણ છે કે જેઓ આવા ફૂલ જેવા બાળકને માતાનો પ્રેમ આપવા દોડી જાય છે.

આવુ કદાચ એક માતા કે શિક્ષક જ કરી શકે…! સમાજની ગતિવીધીઓ પણ કંઈક અલગ જ છે.કંઈ કેટલાય લોકો પોતાને બાળક થાય તે માટે જાત જાતની બાધા આખડી રાખતા હોય છે. અને ક્યાંક એવા પણ હોય છે કે પોતાની કોઈ મજબૂરી છુપાવવા આવા ફૂલ જેવા બાળકને રસ્તે રઝળતુ મુકીને જતા રહે છે.પણ વિરૂબેન જેવી માતાઓ છે ત્યાં સુધી આવા બાળકોને કંઈ નહી થાય.ધન્ય છે આવી જનેતાઓને..!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.