Western Times News

Gujarati News

ભારત પાસે મોદી જેવા શાનદાર નેતા, ભારતીય અમેરિકન મને મત આપશેઃ ડોનાલ્ડ ટ્રંપ

આ સમયે રશિયાથી પણ વધારે ચર્ચા ચીનની થવી જાેઇએ કારણ કે તે જે કામ કરી રહ્યું છે તે વધારે ખરાબ છે

વોશિંગ્ટન, અમેરિકામાં ત્રીજી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદની ચુંટણી યોજાનાર છે આ દરમિયાન અમેરિકાની બંને રાજકીય પાર્ટી ભારતીય મતદારોને મનાવવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યાં છે.તેઓએ અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસના દિવસે અમેરિકામાં સ્કવેર ખાતે રામ મંદિરની વિશાળ તસવીર પણ મુકાવી હતી બીજી તરફ ડેમોક્રેટ્‌સ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાે બીડેન ભારતીય અણેરિકનોને લલચાવવા માટે જૈનોના તહેવારના દિવસે તેમને શુભેચ્છા પણ આપે છે.આવો જ એક પ્રયોગ રાષ્ટ્‌પતિ ડોનાલ્ડ ડંપની ચુંટણીમાં ફરીથી જાેવા મળ્યો તેમણે એક ચુંટણી સભામાં ભારતના લોકોની પ્રશંસા કરતા કહ્યું કે ત્યાં લોકો મહાન છે અને તેઓએ એક મહાન નેતાની પસંદગી કરી છે તેમને ભારતીય લોકો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન મળેલુ છું.

ડોનાલ્ડ ટ્રંપે વડાપ્રધાનની પ્રશંસા કરતા કહ્યું કે પીએમ મોદી મારા સૌથી સારા મિત્રોમાંના એક છે તેઓ ખુબ સારૂ કામ કરે છે ટ્રપે કકહ્યું કે મને લાગે છે કે મોટાભાગના ભારતીય અમેરિકન મને જ વોટ આપશે. ભારતીય અમેરિકનને લલચાવવા માટે ટ્રમ્પ અવારનવાર ચીન પર નિશાન સાધતા રહે છે છે તેઓ હંમેશા પ્રશાંત મહાસાગરમાં ચીનની વધી રહેલી દખલની વાત કરીને ભારતને અમેરિકાના સમર્થનની વાત કરે છે આ દરમિયાન તેમણે ચીનના આક્રમણ વલણ પર ફરીથી હુમલો કર્યો તેઓએ કહ્યું કે આ સમયે રશિયાથી પણ વધારે ચર્ચા ચીનની થવી જાેઇએ કારણ કે તે જે કામ કરી રહ્યું છે તે વધારે ખરાબ છે ચીન તરફથી પેદા કરવામાં આવેલા એકવાયરસે દુનિયામાં ૧૮૮ દેશમાં તબાહી મચાવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.