રિયા ચક્રવર્તી કાલે એનસીબી સમક્ષ હાજર થશે
મુંબઈ, એનસીબીએ આજે દિવસભર ભારે કવાયત કરી હતી. ગઇકાલે રાત્રે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી તથા સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. એનસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે ખૂબ જ સાવચેતીપૂર્વક અમે આ કેસમાં આગળ વધી રહ્યાં છે અને સંડોવાયેલાની તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. એક સવાલનાં જવાબમાં તેમણે જણાવ્યું હતું કે રિયા ચક્રવર્તીને સામ-સામે બેસાડી પૂછપરછ કરવામાં આવશે. દરમિયાનમાં સૂત્રોમાથી પ્રાપ્ત માહિતી મુજબ પૂછપરછ માટે આવતીકાલ રવિવારે રિયા ચક્રવર્તીને એનસીબીના અધિકારીઓ સમક્ષ હાજર થવા જણાવવામાં આવ્યું છે.