હિમાચલ પ્રદેશમાં કાર ખાઇમાં પડતા ચાર યુવકોના મોત
કિન્નૌર, હિમાચલ પ્રદેશમાં ગઇકાલે મોડી રાત્રે કાર ખાઇમાં પડી જતાં ચાર યુવકોના મોત નિપજયા છે જયારે ત્રણ લોકોને ગંભીર રીતે ઇજા થઇ છે.ઇજા પામેલાઓને હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે જયારે ત્રણેયની હાલત ગંભીર છે. ઘટના હિમાચલ પ્રદેશના કિન્નૌર જીલ્લાના સાંગલા વિસ્તારમાં બની હતી. જયારે ખરોગલામાં એક બોલેરો કાર બેકાબુ થઇ ખાઇમાં પડી હતી દુર્ઘટનામાં ત્રણના મોત ઘટના સ્થળે જ થયા હતાં ચાર લોકોને ગંભીર ઇજા થઇ હતી તેમની સારવાર એમજીએમસી રામપુર ખનેરી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ પોલીસને થતા તે ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકોમાં અંશુમન નંદ કિશોર ૨૦,ઓમકૃષ્ણ ઇદ્ર દિવન ૧૯,સિકંદર બલરાજ સિંહ ૨૦ સાંગલા ગામ આદેશ દેવચંદ્ર ૨૦ બોનિગ્સરિંગનો સમાવેશ થાય છે.HS