જાણીતો બિગ બોસ શો ૩ ઓકટોબરથી શરૂ કરવામાં આવશે

મુંબઇ, બિગ બોસના ફેન્સની આતુરતાનો છેવટે અંત આવ્યો છે કારણ કે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાતો લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ સિઝન ૧૪ હવે તાકિદે શરૂ થવાનો છે થોડા દિવસ પહેલા બિગ બોસનું ટીઝર સામે આવ્યું હતું જેણે બિગ બોસ ફેન્સની બેચેની વધારી દીધી પરંતુ બિગ બોસના ફેન્સને હવે લાંબી રાહ નહિં જાેવી પડે કારણ કે ૩ ઓકટોબરે કલર્સ પર શોનું પ્રિમિયર લોન્ચ કરવામાં આવશે.
કલર્સ ચેનલ પર બોલીવુડ અભિનેતા સલમાન ખાનના શો બિગ બોસ ૨૦૨૦ પહેલા સપ્ટેમ્બરમાં લોન્ચ કરવાનો હતો પરંતુ કોરોના સહિત અન્ય ઘણા કારણોસર આ શો હવે સપ્ટેમ્બરના બદલે ઓકટોબરમાં શરૂ થશે બિગ બોસ સિઝન ૧૪નું પ્રસારણ ૩ ઓકટોબરે કલર્સ પર થશે સુત્રના જણાવ્યા અનુસાર નિર્માતા હજુ પણ સિઝન ૧૪ માટે કન્ટેસ્ટન્ટની શોધ કરી રહ્યાં છે વળી બિગ બોસના સેટ પર કામ લગભગ પુરૂ થઇ ચુકયુ છે.
ખાસ વાત એ છે કે બિગ બોસ દર વખતે રવિવારે લોન્ચ થાય છે પરંતુ આ વખતે આ શો શનિવારે એટલે કે ૩ ઓકટોબરે જ ઓન એર થશે આ વખતની સિઝન વધુ રોમાંચક થવાની છે બિગ બોસ સિઝન ૧૩એ ઘણા રેકોર્ડ બનાવ્યા હતાં સુત્રો અનુસાર આ વખતે પણ આવું કરવા માટે શો પર પ્રેશર છે અમુક સેલિબ્રિટી ફાઇનલ છે જયારે અન્ય સાથે વાતચીત ચાલી રહી છે રિપોર્ટ અનુસાર આ વર્ષે શોમં અમુક કોમન મેનની પણ એન્ટ્રી થશે જેમની પસંદગી ડિજિટલ ઓડિશન દ્વારા થશે ૩ કોમનર્સ અને ૧૩ સેલિબ્રિટી શોમાં ભાગ લેશે ઘણા ટીવી સ્ટાર્સના નામ સામે આવ્યા છે જેમાંથી જેસ્મીન ભસીન,નૈનાસિંહ નિયા શર્મા રવિત્ર પુનિયા આકાંક્ષા પુરી અને આમિર અલીના નામનોને કન્ફર્મ માનવામાં આવી રહ્યાં છે.કોરોનાને કારણે આ વખતે બિગ બોસના દર્શકોને ઘણા ફેરફાર જાેવા મળશે.HS