અમુલ ડેરીના વિજેતા ઉમેદવારોનો વિરપુર ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો
વિરપુર: મહિસાગર જીલ્લાના વિરપુર અને બાલાસિનોર તાલુકાના અમુલ ડેરી નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના રાજેશભાઈ પાઠક બાલાસિનોર અને સાયભેસિંહ પરમાર વિરપુરના ઉમેદવારો મેદાને ઉતર્યા હતા આ બંને ઉમેદવારોનો જંગી મતદાનથી વિજય થતાં જેઓનો સન્માન કાર્યક્રમ વિરપુર ડિવાઈન સંકુલમા યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિજય ઉમેદવાર રાજેશભાઈ પાઠક અને સાયભેસિંહ પરમારનું કાર્યકર્તાઓ દ્વારા ફુલછળી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મહિસાગર યુવા મોરચાના અધ્યક્ષ જયેન્દ્રભાઈ બારોટ એસબી ખાંટ વિરપુર તાલુકા પ્રમુખ મોતીસીંહ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા