Western Times News

Gujarati News

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં પ્રગતિ પેનલનો વિજય

અમદાવાદ, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અત્યંત પ્રતિષ્ઠાસભર ચૂંટણીમાં પ્રગતિ પેનલનો વિજય થયો છે. ચૂંટણીમાં આત્મનિર્ભર પેનલનો પરાજય થયો છે. શનિવારે યોજાયેલી ચૂંટણીમાં ૧૪૪૪ સભ્યોએ મતદાન કર્યા બાદ આજે મતગણતરીના અંતે વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. એમ તો આ પરિણામ અપેક્ષિત હતું કેમકે પ્રગતિ પેનલની સામે તેમના પ્રતિસ્પર્ધીઓએ છેલ્લી ઘડીએ આત્મનિર્ભર પેનલ ઊભી કરી લડત આપવાના પ્રયાસ કર્યો હેતો. જોકે એમાં તેઓ કામિયાબ રહ્યા ન હતા.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

અંતે પ્રગતિ પેનલનો જંગી બહુમતીથી વિજય થયો હતો. પેનલે ૮૦ ટકા મત સાથે આત્મનિર્ભર પેનલનાં સૂપડાં સાફ કરી નાખ્યા હતા. ચૂંટાયેલા સભ્યોમાં સિનિયર ઉપપ્રમુખ પદે હેમંત એન.શાહ, ઉપપ્રમુખ પદે કે. આઈ.પટેલ, સામાન્ય વિભાગમાં અજય ડી. પટેલ, સામાન્ય વિભાગમાં અંકિત શંકરભાઈ પટેલ,
સામાન્ય વિભાગમાં ભુપેન્દ્ર પટેલ, સામાન્ય વિભાગમાં ચેતન ડી. શાહ, સામાન્ય વિભાગમાં મદનલાલ જયસ્વાલ સામાન્ય વિભાગમાંપથિક એસ.પટ્ટવારી, સામાન્યવિ ભાગમાં ઉદિત દિવેટિયા, સામાન્ય વિભાગમાં વિરંચી અરવિંદ શાહ, લાઈફ મેમ્બર સ્થાનિકમાં અનિલ એમ.જેન, લાઈફ મેમ્બર સ્થાનિકમાં હિતેન વસંત, લાઈફ મેમ્બર બહારગામમાં સોરીન પરીખ, બિઝનેસ એસો.સ્થાનિકમાં ગૌરાંગ આર. ભગત, બિઝનેસ એસો.સ્થાનિકમાં હરગોવિદસિંઘ અને બિઝનેસ એસો. બહારગામમાં અંબર જે.પટેલનો વિજય થયો છે.
અગાઉ ચેમ્બરના ૧૦ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા.

ચેમ્બરની ચૂંટણી પાંચમી તારીખે યોજાઈ પરંતુ જે કેટેગરીમાં જેટલી બેઠકો હતી તે જ ઉમેદવારો હોવાથી જે તે ઉમેદવારને ગત ગુરુવારે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ તરીકે નટુભાઈ પટેલ, કોર્પોરેટ કેટેગરીમાં શૈશવ શાહ, પારસ દેસાઈ અને પ્રવીણ કોટક.

જ્યારે રિજિયોનલ ચેમ્બરમાં વી.પી. વેષ્ણવ તથા દિનેશ નાવડિયા. અને સામાન્ય વિભાગ (બહારગામ) માટે ભાર્ગવ ઠક્કર, મિતુલ શાહ, સુનીલ વડોદરિયા અને મહેશ પૂંજને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.