Western Times News

Gujarati News

પાક.ના ઝુમાં ૩૪ વર્ષથી કોરેન્ટીન કરાયેલા હાથીને આઝાદી મળશે

૧૯૮૫માં શ્રીલંકા દ્વારા પાક,ને હાથી ભેટ અપાયો હતો-પાકિસ્તાનના ઝૂમાં હાથીને ખાવાનું આપ વા સિવાય કોઈ દરકાર ન કરાતાં પાગલ જેવો થઈ ગયો હતો 
ઈસ્લામાબાદ,  પાકિસ્તાનમાં ૩૪ વર્ષથી એક પ્રાણીસંગ્રહાલયમાં કેદ રખાયેલા હાથીને અંતે મુકત કરાશે.પાકિસ્તાનની એનિમલ રાઈટસ માટેની સંસ્થાના પ્રયત્નો બાદ આ હાથીને હવે આઝાદી મળશે. કાવન નામના આ હાથી માટે ફોર પોઝ નામની સંસ્થા લડી રહી હતી. સંસ્થાના પ્રવક્તાએ કહ્યું હતું કે, હાથીને ટ્રાવેલ માટેનું મેડિકલ એપ્રુવલ મળી ચુક્યું છે. હવે તેને કંબોડિયા લઈ જવાશે જ્યાં તે બીજા હાથી સાથે વધારે સારી સ્થિતિમાં રહેશે. આ પહેલાં હાથીના સ્વાસ્થયની તપાસ કરવામાં આવી હતી. કાવન નામના હાથીની મુક્તિ માટે દુનિયાભરમાં પ્રાણી પ્રેમીઓએ ઝુંબેશ ચલાવી હતી.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

કાવન હાથી રોજ ૨૦૦ કિલો શેરડી ખાય છે તેના મગજને કોઇ કસરત કરાવવામાં આવી ન હોવાથી કલાકો સુધી પોતાના માથા અને સુંઢને આમ તેમ હલાવ્યા સિવાય કશું જ કરતો નથી. આ હાથી દેખરેખ અને કાળજી વગર બોર થઇ ગયો છે તેનામાં શકિત ઘણી છે પરંતુ કેળવ્યો ન હોવાથી માણસ નજીક આવે તે ગમતું નથી. આથી ડોકટરોને તેની સારવાર અને તપાસમાં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

થોડાક વર્ષ પહેલાં પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન કેલિફોર્નિયાના મહિલા વેટરનરી ડોકટરે ઇસ્લામાબાદના ઝુની પોલ ખોલી હતી. આ પ્રાણીઓની જોઇએ તેટલી સારી દેખભાળ કરવામાં આવતી નથી. બે સિંહ અને બે શાહમૃગને બીજે ક્યાંક વસાવવાના પ્રયાસના થોડા દિવસ પહેલાં જ મરી ગયા હતાં. કાવન હાથીને ઇસ ૧૯૮૫માં શ્રીલંકાએ પાકિસ્તાનને ભેટમાં આપ્યો હતો પરંતુ પાકિસ્તાન તેને પણ સાચવી શકયું નહોતું. ૨૮ વર્ષથી હાથીને સાંકળથી બાંધી રાખવામાં આવતો હતો તેને ખોરાક આપવાને બાદ કરતાં બીજી કશીક કાળજી રખાતી ન હતી સ્થાનિક સ્તરે પણ ઝુના પ્રાણીઓની ખરાબ દશાનો વિરોધ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.