ચીને ભારત પર ભીંસ વધારવા પાકિસ્તાનમાં ગ્વાદર બંદર વિકસાવ્યું
કોમર્શિયલ એક્ટિવિટીના નામે સૈનિકી ગતિવિધિઓ થતી હોવાની શંકાઃ આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં તેની નોંધ લેવાઇ
બેઈજિંગ, ચીને ભારત પર દબાણ વધારવાના અન્ય એક રસ્તા તરીકે પાકિસ્તાનના ગ્વાદર બંદરને વિસ્તારવાની યોજના કરી છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ગ્વાદર બંદર આવેલું છે. આ કોમર્શિયલ પોર્ટ પાછળ ચીનનો છૂપો ઇરાદો અરબ સાગરમાં પોતાની સૈન્ય હાજરી રાખવાનો છે. તેને સમર્થન આપતી કેટલીક ગતિવિધિઓ થઈ રહી છે. આ પોર્ટ પર થોડા સમયમાં કેટલાક રહસ્યમ બાંધકામોએ દુનિયાભરના સંરક્ષણ નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. સેટેલાઇટ વડે નજર રાખતી એજન્સીઓએે પણ આ શંકાસ્પદ બાંધકામોની તસવીરો જારી કરી તેના પુરાવા જાહેર કર્યા છે.
આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં આ બાંધકામ ચીની નેવલ બેઝ પણ બની શકે છે તેવી શંકા બતાવાઇ છે. જો આવું થાય તો ભારત માટે હવે અરબ સાગરમાં પણ બે દેશ (પાકિસ્તાન-ચીન)ની સેનાઓ સાથે લડવાની નોબત આવી શકે છે. ચાઇના-પાક ઇકોનોમિક કોરીડોરના નામે ચીન પાકિસ્તાનના ગ્વાદરથી બેઇજીંગ સુધી માર્ગ બનાવ્યો છે. તો આ ગ્વાદર પોર્ટનું સંચાલન પણ ચીન જ કરી રહ્યું છે.
હાલ ભારત અને ચીન વચ્ચે તણાવ ચરમસીમાએ છે, તેની વચ્ચે આ પોર્ટ પર કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ બહાર આવી છે. આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં પણ તેની નોંધ લેવાઇ રહી છે. ચીને આ પોર્ટની ત્રીજી સાઇટ પર બાંધકામ શરૂ કરી દીધું છે. આ બાંધકામની સેટેલાઇટ તસવીરો પણ આવી છે. જેની છત અથવા છાપરા વાદળી રંગોથી ઢંકાયેલા છે. જેથી સેટેલાઇટથી છૂપાવી શકાય. ગુગલ મેપ પર પણ આ બાંધકામો સ્પષ્ટ જોઇ શકાય છે.
આ કોઇ વ્યુહાત્ક બાંધકામ હોવાની પૃષ્ટિ થાય છે. આ નવી સાઇટ શરૂઆતમાં કોરોના માટે કોરેન્ટીન સેન્ટર બનાવ્યું હશે તેવી ધારણા બાંધવામાં આવી હતી. જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થાય છે, તો ભારત માલાકા સ્ટ્રેટ (અગ્નિ એશિયાના દેશો વચ્ચેથી પસાર થયો દરિયાઇ માર્ગ)માંથી પસાર થતા ચીનના જહાજોનો રસ્તો બંધ કરી શકે છે. જેનાથી ચીનનો મોટાભાગનો સમુદ્રી વ્યાપાર ઠપ થઇ શકે છે.
ચીનની આ મોટી દુઃખતી નસ ભારત પાસે છે. તેનાથી બચવા જ ચીને પાકિસ્તાનના ગ્વાદરમાં આવી રીતે પોર્ટ બનાવી તેને છેક બેઇજીંગ સુધી રોડથી જોડ્યું છે. ભારત માલાકા પોઇન્ટ બંધ કરે તો આવી રીતે ચીનનો સમુદ્રી વ્યાપાર સચવાઇ શકે છે. બંદર પર એક હોસ્પિટલ છે, તેની પાછળ એક ટેકરીની તળેટીમાં આ બાંધકામ જોઇ શકાય છે. તેની બાજુમાં જ બે હેલિપેડ પણ સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે. જેના પગલે આ કોઇ સૈન્ય બેઝ કેમ્પ હોય તેનું પ્રતીત થઇ રહ્યું છે. SSS