અર્જુન કપૂરને કોરોના થયા બાદ હૉમ ક્વોરોન્ટાઈન
કોરોના પોઝિટિવ આવ્યો છું જેથી આપ સૌને આ જાણકારી આપવી મારું કર્તવ્ય સમજુંઃ બોલીવુડ સ્ટાર અર્જુન કપૂર
મુંબઈ, બૉલિવૂડ એક્ટર અર્જુન કપૂરને કોરોના થઈ ગયો છે. અર્જુન કપૂરે આ વાતની જાણ પોતાના ઇન્ટસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કરી છે. અર્જુન કપૂરે જણાવ્યું કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે એસિમ્પ્ટોમેટીક છે અને ડૉક્ટરની સલાહ મુજબ હૉમ ક્વૉરન્ટિન છે. અર્જુન કપૂરે લખ્યું છે કે, હું કોરોના પોઝિટિવ થઈ ગયો છું.
આપ સૌને આ જાણકારી આપવી મારું કર્તવ્ય સમજું છું. હું ઠીક મહેસૂસ કરી રહ્યો છું, મારામાં મામૂલી લક્ષણ જોવા મળ્યા છે. ડૉક્ટરની સલાહથી મેં મારી જાતને હૉમ ક્વૉરન્ટિન કરી લીધી છે. મને સપોર્ટ કરવા માટે હું આપ સૌનો એડવાન્સમાં આભાર વ્યક્ત કરું છું. હું મારા સ્વાસ્થ્યને લઈ આપ સૌને ભવિષ્યમાં જાણ કરતો રહીશ. આ અભૂતપૂર્વ સમય છે. મને વિશ્વાસ છે કે માનવતા આ વાયરસ સામે જીતી જશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કેસ ભારતમાં રોજેરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. દેશમાં કોવિડ-૧૯ના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ રવિવારે ૭૦ હજારને પાર કરી ગઈ છે. ૨૪ કલાકમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક ૯૦ હજારથી વધુ નવા કેસ નોંધાવાતા કોરોના કહેરની ગંભીર સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે.